CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 8, 2024

ડુક્કર ની કીડની કદાચ માનવજાત માટે આશીર્વાદ બની શકે તેમ છે.

તાજા સમાચાર એ છે કે અમેરિકન સર્જનોએ એક બ્રેઈન-ડેડ વ્યક્તિના શરીરમાં ડુક્કરની કીડનીનું પ્રત્યારોપણ કર્યું છે અને એક મહિનાથી એ કીડની યોગ્ય પ્રતિસાદ આપી રહી છે.

પશુની કીડનીએ માનવના શરીર માટે એક મહિનો સુધી સેવા આપી હોય એવી આ પહેલી ઘટના છે. ન્યુયોર્કના તબીબોની એક ટીમ હવે આ ઓપરેશન કોઈ જીવંતવ્યક્તિ માટે પણ હાથ ધરવા માંગે છે.
મનુષ્યની જિંદગીને બચાવવા માટે પ્રાણીઓ ના અવયવોનો કઈ રીતે ઉપયોગ કરવો એ શીખવાની વૈજ્ઞાનિકોમાં જાણે કે દોડ શરુ થઇ ચુકી છે!

                   ગઈ કાલે ન્યુયોર્કની એક ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટીટ્યુટ દવારા જાહેર કરવામાં આવેલ ઉપરોક્ત સમાચાર મુજબ સંશોધકો હજુ બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરમાં  પ્રત્યારોપિત કીડનીનું વધુ એક માસ માટે નિરીક્ષણ કરવા માંગે છે.

                         “શું આ ઓર્ગન માનવના ઓર્ગનની માફક જ કામ કરી શકશે? અત્યારે તો એવું લાગે છે.” ન્યુયોર્ક લેન્ગોન્સ ટ્રાન્સ પ્લાન્ટ ઇન્સ્ટીટ્યુટના ડીરેક્ટર ડો. રોબર્ટ મોન્ટેગોમી કહે છે. 

ડો. રોબર્ટ તો એવું પણ કહે છેકે કદાચ માનવની કીડની કરતા પણ ડુક્કરની કીડની વધુ સારી રીતે કામ કરશે.
૧૪ જુલાઈના રોજ બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરની એક કીડની કાઢી લઈને એની જગ્યાએ સુઅરની કીડનીને genetically modified કરવામાં આવી અને એનું સફળ પ્રત્યારોપણ થયું. એનું પરિણામ એ આવ્યું કે પ્રત્યારોપિત કીડનીએ તરત જ મૂત્ર પેદા કરવાની શરૂઆત કરી દીધી.

પ્રાણીના ઓર્ગનને મનુષ્યના ઓર્ગનમાં પ્રત્યારોપિત કરવાના પ્રયાસો અનેક વર્ષોથી ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી તો એમાં નિષ્ફળતા જ મળી રહી છે, કારણકે મનુષ્યની ઈમ્યુન સીસ્ટમ વિદેશી સીસ્ટમ પર હુમલાઓ શરુ કરી દે છે.

મનુષ્યનું શરીર ક્યારેક તો એમના પરિવારના કોઈ વ્યક્તિનું ઓર્ગન પણ સ્વીકારવા તૈયાર નથી થતું. ક્યારેક પરિજન દવારા દાન કરવામાં આવેલ કીડની થોડોક સમય કામ આપે છે પરંતુ એકાદ વર્ષમાં એનું ફંક્શન અટકી જાય છે.

ગયા વર્ષે સંબંધિત સંસ્થા દવારાવિશેષ મંજુરી મેળવીને યુનીવર્સીટી ઓફ મેરીલેન્ડના સર્જનોએ મૃત્યુની નજીક પહોંચેલા એક દર્દીમાં ડુક્કરનું હૃદય પ્રત્યારોપિત કરેલું. એ વ્યક્તિ બે મહિના સુધી જીવન પામ્યો.

એના ઓર્ગનની નિષ્ફળતાના કારણો હજુ સુધી નથી મળી શક્યા.

ન્યુયોર્કની ઇન્સ્ટી. નો આ કિસ્સો તો વિશ્વમાં આવા પ્રયોગોની શ્રુંખલાનો એક માત્ર કિસ્સો છે.

ગઈકાલે જ બર્મિંગહામની યુનીવર્સીટી ઓફ અલાબામાએ એની સફળતાના સમાચાર આપતા જણાવ્યું કે ‘ડુક્કરની કીડનીની એક જોડ માનવ શરીરમાં સાત દિવસ સુધી સફળતા પૂર્વક કાર્ય કરતી રહી’.

તબીબી વૈજ્ઞાનિકો સમક્ષ એથીકલ અને બીજા પણ અનેક પ્રશ્નો /પડકારો છે જ, પરંતુ એવું લાગે છે કે આવનારા થોડા ક જ વર્ષોમાં તબીબી વિજ્ઞાનને કંઇક નક્કર પરિણામ પ્રાપ્ત થશે.