CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 5, 2024

પંજાબમાં અનોખી અગાસીની પાણી ટાંકીઓ

શોખ ગજબ ની ચીજ છે! પંજાબના દોઆબા વિસ્તારના (જલંધર અને આજુબાજુના જિલ્લાઓના) ઘણા બધા લોકો વિદેશોમાં વસ્યા છે અને વિદેશમાં વસવાની પોતાની ઈચ્છાપૂર્તિનો અને કમાયેલા નાણાંનો આનંદ એમણે એવી રીતે વ્યક્ત કર્યો છે કે આપણે મોં માં આંગળા નાખી જઈએ.

સામાન્ય રીતે ઘરની અગાસી પર ગોઠવાયેલી પાણીની ટાંકી સિમેન્ટ,લોખંડ કે પ્લાસ્ટિકની હોય અને એનો આકાર સામાન્ય રીતે ગોળ કે ચોરસ હોય પણ પંજાબના કેટલાંક ગામોના લોકોએ પોતાના ઘરની છત પર પાણીની ટાંકીને એવા વિશિષ્ટ આકારો આપ્યા છે કે આ ડિઝાઇનર ટાંકીઓ જોવા માટે લોકો દૂર દૂરથી આ ગામોની મુલાકાત લે છે.

NRI પંજાબીઓએ વતનમાં આવેલી પોતાની આલીશાન કોઠીઓની અગાસી પરની પાણીની ટાંકીને જે આકારો આપ્યા છે તેમાં કોઈએ પ્લેન બનાવ્યું છે તો કોઈએ ટેન્ક. કોઈએ કુકર તો કોઈએ કમળનું ફૂલ. ટ્રેકટર પણ છે અને રસ્સાખેંચ કરતા રમતવીરો પણ ! ઈન્ટરનેટના સૌજન્યથી અહીં મૂકેલી તસવીરો એના વિષય વૈવિધ્યને બરાબર વ્યક્ત કરે છે.

આ પણ વાંચો – જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે

હવે તો જલંધર, કપૂરથલા, હોશિયારપુર સહિતના દોઆબા વિસ્તારમાં આવી વિશિષ્ટ પાણીની ટાંકી બનાવવી એ એક જાતનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. તેમાંય ખાસ કરીને ઉપ્પલ ભૂપા નામના ગામે તો એટલી બધી વિશિષ્ટ વોટર ટેન્ક છે કે લોકો ઠેર ઠેરથી જોવા આવે છે.

આ પણ વાંચો Galib’s Birthday Special: યે દુનિયા માનો જિસ્મ હૈ ઔર દિલ્હી ઉસકી જાન

આપણા કોઈ ગુજરાતી NRG ભાઈની નજર સુધી એના પર પડી લાગતી નથી, બાકી આપણે ત્યાં પણ આ પરંપરા શરૂ થવામાં વાર લાગે એવું નથી.