CATEGORIES

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
Saturday, July 27   11:07:42

વસંતપંચમી

16 Feb. Vadodara: આજે વસંતપંચમી છે .વસંત પંચમી એટલે વસંતોત્સવ નું આગમન. આજે જ્યારે આપણે બધા પ્રેમ નું પર્વ વસંતોત્સવ ને મનાવી રહ્યા છીએ ,ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ્રવરદાઈ ને કેમ ભૂલી શકાય.

વિશ્વમાં જ્યારે પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે છે, ત્યારે આપણી સંસ્કૃતિમાં તો પ્રેમ નો ઉત્સવ મનાવવામાં આવે છે. પુરી વસંત ઋતુ જ વસંતોત્સવ રૂપે મનાવવામાં આવે છે.

આજનો દિવસ માં સરસ્વતી ના પૂજન અને તેમના આશિષ મેળવવાનો પણ દિવસ છે. આની સાથે આજનો દિવસ પૃથ્વીરાજ ચૌહાણ સાથે પણ જોડાયેલો છે . આજના દિવસે તેમને ધરતી પરથી વિદાય લીધી હતી.

પૃથ્વીરાજ ચૌહાણે જ્યારે મહમ્મદ ઘોરી ને ચૌદ વાર હરાવીને પાછો મોકલ્યો હતો ,ત્યારે બમણી તૈયારીઓ કરી તેણે ફરી પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું ,અને તેમને કેદ કર્યા. તેમના પર ખૂબ અત્યાચાર વિતાવ્યા . તેમની આંખો પણ ફોડી નાખી હતી .પૃથ્વીરાજ ચૌહાણ ના રાજકવિ ચંદ્રવર્દાઈ તેમને જોઈ દ્રવિત થઈ ગયા, અને ઘોરી ને મારવાની યોજના બનાવી . ઘોરી ને ચૌહાણ ના શબ્દભેદી બાણ ની વાત કરીને સાત તવા શબ્દભેદ બાણથી નષ્ટ કરવાની યોજના મંજૂર કરાવી.ઘોરી એ બધી વ્યવસ્થા કરાવી.ત્યારે રાજકવીએ બીરદાવલિયો ગાઈ અને વચ્ચે પૃથ્વીરાજ ને સૂચિત કરી દીધું કે સુલતાન ક્યા બેઠો છે.

“चार बांस ,चौबीस गज ,अंगुल अष्ट प्रमाण ,ता ऊपर सुल्तान है, मत चूको चौहान ”

અને સુલતાન ને કહ્યું કે, તમે આદેશ આપો ,એટલે પૃથ્વીરાજ બાણ છોડે.જેવો સુલતાને આદેશ આપ્યો કે તે અવાજ ની સાથે જ પૃથ્વીરાજે બાણ છોડી તેની હત્યા કરી નાખી. અને તરત ચંદ્રવર્દાઈ અને પૃથ્વીરાજ એક બીજાને કટાર મારી મૃત્યુ ને ગળે લગાવ્યું.

આમ વસંપંચમીનો દિવસ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદવર્દાઈ બારોટ ને સલામ કરવાનો પણ દિવસ છે.