CATEGORIES

June 2024
MTWTFSS
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
June 15, 2024

આજે ચૈત્રી નવરાત્રી, ગુડી પડવો, અને ચેટી ચંદ પર્વ નો સુભગ સમન્વય

13 Apr. Vadodara: આજના દિવસે ચૈત્રી નવરાત્રિ,ગુડી પડવો,અને ચેટી ચંદ જેવા ત્રણ ધાર્મિક પર્વ નો સુભગ સમન્વય સધાયો છે.સાથે આજનો દિવસ હિન્દી નવવર્ષ રૂપે પણ મનાવાય છે. ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રી છે .ચૈત્ર સુદ એકમ એટલે કે આજથી રામનવમી સુધી, માં શક્તિ ની આરાધના થાય છે. તેથી જ આ નવરાત્રી ને રામ નવરાત્રી પણ કહેવામાં આવે છે. વર્ષમાં આવતા ચાર નવરાત્રી માં આસો માસ અને ચૈત્ર માસ નવરાત્રીનું વિશેષ મહત્વ છે.આ નવરાત્રી સમગ્ર ભારત માં ઉજવાય છે.

જ્યારે મહારાષ્ટ્ર મા ચૈત્ર સુદ પડવાનો દિવસ ગુડી પડવા તરીકે ઉજવાય છે. આ દિવસથી શાલિવાહન શક સંવત ની શરૂઆત થાય છે. આ દિવસે મહારાષ્ટ્રીયન બહેનો “ગુડી “ઘર આંગણે સ્થાપિત કરી, માનવ મન ના અંધકાર ને,અનાચાર ,દુરાચાર પર વિજય નું પર બનાવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામે વાલીના જુલમથી પ્રજાને મુક્ત કરી ત્યારે, પ્રજાએ ઘેર ઘેર ઉત્સવ રૂપે ગુડી રૂપી વિજય પતાકા ની સ્થાપના કરી હતી.

આજ નો દિવસ સિંધી સમાજ ભગવાન ઝૂલેલાલ જયંતી પર્વ તરીકે ઉજવે છે. આજના દિવસે ચંદ્ર દર્શન કરી સિંધી સમાજ નૂતન વર્ષનો શુભારંભ કરે છે. વરુણ દેવતા સ્વરૂપ ભગવાન ઝૂલેલાલ ની પૂજા આરતી અને શોભાયાત્રા કાઢવામાં આવે છે .કહેવાય છે કે, પશ્ચિમી સિંધ પ્રદેશમાં બાદશાહ મરખશાહે ધર્મ પરિવર્તનનો આદેશ્કર્યો હતો. આથી ચિંતિત સિંધી સમાજે સાગર કિનારે જઈને ત્રણ દિવસ સુધી નિરાહાર રહી, દરિયાલાલ ને પ્રાર્થના કરી ,અને વરુણદેવ નું તપ કર્યું. પ્રસન્ન થઈ ત્રીજે દિવસે વરૂણ દેવે ભગવાન ઝૂલેલાલ જલપતિ ના રૂપમાં મત્સ્ય પર સવારથી દર્શન આપ્યા, અને લોકોને સાંત્વના આપી કહ્યું કે તેઓ નરસ પૂરના ઠાકોર રતનરાયના ઘરે માતા દેવકી ની કૂખે અવતરશે. જ્યારે ઝુલેલાલ નો જન્મ થયો ,ત્યારે વાત વાયુવેગે પ્રસરી ગઈ. બાદશાહને ચિંતા પેઠી, અને તેણે ઠાકુર રતનરાયને ને બાળક ને લઇ દરબાર માં આવવા કહ્યું. દરબાર માં બાળક ને કોઈ પકડી ન શક્યું.અંતે ઝુલેલાલ બોલ્યા કે ,”બાદશાહ અલ્લાહ અને ભગવાન ની નજર માં સર્વ ધર્મ સમાન છે. “બાળકની વાતો થી બાદશાહ ની આંખો ખુલી ગઈ.ત્યારથી સિંધી સમાજ આજના દિવસે ઝૂલેલાલ જયંતી પૂરા ઉત્સાહ થી મનાવે છે.