24 Feb. Vadodara: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અનુસાર 1 માર્ચ ના રોજ થી કોરોના વેક્સિન નો બીજો તબક્કો શરૂ થશે .
કોરોના થી સમગ્ર વિશ્વ ખળભળી ઊઠયું હતું .લગભગ એક વર્ષ ના લૉકડાઉન પછી હવે ધીમેધીમે લોકો નું જનજીવન સામાન્ય થતું જાય છે. છતાં હજુ કોરોના ગયો તો નથી જ.આ રોગચાળા ને નાથવા વિશ્વ મા વેકસીનેશન ની શરૂઆત થઈ ગઇ છે.ભારત માં પણ એક તબક્કો પૂરો થઈ જવાની તૈયારી માં છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એલાન કર્યું કે હવે નો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થશે, જેમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન અપાશે. અને ૪૫ વર્ષ અને તેનાથી આસપાસની ઉંમર વાળા એવા લોકોને પણ વેક્સિન અપાશે જેમને કોઈ મોટી બીમારી છે. 10,000 સરકારી અને 20,000 નીજી કેન્દ્રો પર આ કાર્યવાહી થશે.સરકારી કેન્દ્રો પર મફતમાં આ વેક્સિન લગાડાશે ,જ્યારે નીજી કેન્દ્રો માં વેક્સિન માટે કિંમત ચૂકવવી પડશે.
અત્યાર સુધી પહેલા તબક્કામાં ૧.૧૯ કરોડ લોકોને વેક્સિન લાગી ચૂક્યું છે. હવે વેક્સિન લગાવ્યા ના 39માં દિવસે પહેલા ડોઝ વાળા લોકોમાંથી પાંચ જણને વેક્સિનની વિપરીત અસર થઇ ,જ્યારે બીજો ડોઝ લીધા પછી ,ત્રણ જણને વિપરીત અસર થઈ છે. ગુજરાતમાં 9,01 ,400 લોકોને છપાઈ ચુક્યું છે.
More Stories
CoWIN का डेटा लीक होने का TMC नेता का दावा
ગીતાંજલિ ઐયર : સ્મૃતિ વિશેષ
गुजरात पर मंडराया चक्रवात का खतरा | VNM