CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 18, 2024

જળ અને સ્થળ બંને પર સરળતાથી ચાલતી ભારતીય લશ્કરની ‘ પિપ્પા ‘ ટેન્ક

આજે જ જોયેલી તાજેતરમાં રિલીઝ થયેલી રાજા કૃષ્ણ મેનનની ફિલ્મ ‘પિપ્પા’ જોતાં, આ ફિલ્મના કેન્દ્રમાં જે ટેન્ક છે તેનું નામ કેવી રીતે પડ્યું એ જાણવાની ઉત્સુકતા થઈ અને થોડા ખાંખાખોળાના અંતે તે ટેન્ક અને 1971ના ભારત-પાક યુદ્ધમાં તેની નિર્ણાયક ભૂમિકા અંગે જે માહિતી મળી તે અહીં પ્રસ્તુત છે.

રાજા કૃષ્ણ મેનન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘પિપ્પા’ બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાનાં પુસ્તક, ‘ધ બર્નિંગ ચૅફીસ’ માં વર્ણવેલાં ઐતિહાસિક તથ્યો પર આધારિત છે. ફિલ્મના કેન્દ્રમાં ઉભયજીવી PT-76 ટેન્ક (રશિયનમાં પાલાવુશી ટાન્કા) છે.

જમીન અને પાણી બંને પર ચાલતી એવી આ ઉભયજીવી ટેન્ક રશિયન બનાવટની હતી. એનું ખરું નામ તો પીટી-76 હતું, પરંતુ આપણા પંજાબી સૈનિકોએ જ્યારે આ ટેન્કને પહેલીવાર પાણી પર ચાલતી જોઈ ત્યારે તેને પ્રેમથી પાણીમાં તરતા ઘીના ટીન -પીપ સાથે સરખાવીને પંજાબીમાં ‘પિપ્પા’ તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો કોણ છે 𝑪𝒚𝒄𝒍𝒐𝒏𝒆 𝒎𝒂𝒏 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂?

સમાચાર એજન્સી IANS નો અહેવાલ કહે છે એ પ્રમાણે ફિલ્મમાં દર્શાવવામાં આવેલ PT-76 માત્ર પ્રતિકૃતિ નથી પરંતુ વાસ્તવિક ચિત્રણ માટે તૈયાર થયેલી અધિકૃત ટેન્ક છે.

1971 ના ભારત-પાક યુદ્ધની વાત તો જાણીતી છે પરંતુ 21 નવેમ્બરે વિધિવત રીતે યુદ્ધ જાહેર થયું એ પહેલાં સામ માણેકશા અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની યોજનાના ભાગ રૂપે

આ પણ વાંચો  જેમની ગઝલો સડકથી સંસદ અને સ્કૂલથી સિનેમા સુધી ગુંજે છે એવા કવિ દુષ્યંતકુમાર : આજે એમની પુણ્યતિથી

20 નવેમ્બર, 1971ના રોજ પંજાબ રેજિમેન્ટની 14મી બટાલિયનના સૈનિકો 45 કેવેલરીમાંથી 14 સહાયક PT-76 રશિયન બનાવટની ટેન્કો સાથે ગરીબપુરની આસપાસના વિસ્તારોને કબજે કરવા માટે આગળ વધ્યા જે પ્રદેશ તે સમયે પૂર્વ પાકિસ્તાન હતું. આ બધી વાતો ફિલ્મમાં વર્ણવાયેલી છે.

જેમ ‘પિપ્પા’માં દર્શાવવામાં આવ્યું છે તેમ PT-76 એમ્ફિબિયસ ટેન્ક એટલેકે ‘પિપ્પા’એ 1971ના યુદ્ધ દરમિયાન નદીઓ પાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન આર્મીની M-24 ચેફી ટેન્કો સામે આ ટેન્કો ખૂબ અસરકારક સાબિત થઈ હતી.

‘પિપ્પા’ જુઓ ત્યારે આ વિગતોને યાદ કરજો- મઝા પડશે.