CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 28, 2024

ખ્યાતનામ ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોના થી નિધન

 

વડોદરા શહેરના સુપ્રસિદ્ધ ચિત્રકાર જલેન્દુભાઇ દવે નું આજ રોજ વહેલી સવારે કોરોનાની બીમારીને કારણે નિધન થયું હતું. કલાજગતમાં જલેન્દુભાઇ દવે નામે જાણીતા જલેન્દુ દવેના નિધનના સમાચાર મળતા જ કલા જગતમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર હેઠળ હતા. આજે સવારે તેમની તબિયત વધુુ લથડતા આખરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના અવસાન ની જાણ થતા જ તમામ ક્ષેત્ર ના લોકોએ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
હિન્દુ શાસ્ત્રોમાં મંત્ર અને તંત્રનો ઘણો મહિમા છે જલેન્દુભાઇ દવે ખાસ કરીને ગણપતિ ના તાંત્રિક ચિત્રો દોરવામાં નિષ્ણાત ગણાતા હતા. તેઓએ ગણેશજીના ૧૦૮ તાંત્રિક પેઇન્ટિંગ્સ બનાવ્યા છે.આ ઉપરાંત અન્ય દેવી દેવતાઓના પણ યંત્ર મંત્ર તંત્ર વાળા ચિત્રો પણ તેઓએ તેમના જીવન દરમિયાન દોર્યા છે.
કલા પ્રત્યેની આગવી સૂઝ ધરાવતા જલેન્દુભાઈ દવે નાનપણથી જ ચિત્રકારી માં રસ ધરાવતા હતા. નાનપણમાં તેઓ ઘરની દીવાલો પર રેખાઓ અને વિવિધ આકારના ચિત્રો દોરતા હતા.તેઓના પિતા એ બાળક જલેન્દુ માં રહેલી પ્રતિભાને જોઈ તેને આર્ટસ અને પેઇન્ટિંગ ની તાલીમ આપવાનું નક્કી કર્યું હતું.
તેઓએ પ્રાથમિક શિક્ષણ સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું. અને તે દરમિયાન વિદેશી 8 એક્ઝામ માટે આવેદન પણ કર્યું હતું.તેમજ શાળાના અભ્યાસ દરમિયાન તેઓએ ડ્રોઈંગ કોમ્પીટીશન માં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. જે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને તેઓએ જીવનમાં હવે ચિત્રકારી માં જ આગળ વધવાનો ત્યાર બાદ નિર્ણય લીધો હતો.શાળા અભ્યાસ બાદ તેઓ એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા. પરંતુ પરિવારની કંગાળ આર્થિક સ્થિતિને કારણે તેઓ આખરે અમદાવાદની સી.એન.વિદ્યાલય ખાતે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ પસંદ કર્યો. જ્યાં ૪૦ બેઠકો માટે ૧૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.એક વર્ષના ડિપ્લોમા કોર્સ બાદ તેઓએ વાડી સ્થિત હાઈસ્કૂલમાં ડ્રોઈંગ શિક્ષક તરીકેની નોકરી પ્રાપ્ત કરી હતી. જેના તે સમયના પ્રિન્સિપાલ છોટુભાઈ ભટ્ટે તેઓને તેમની ચિત્રકારી પર જ વધુ ધ્યાન આપવા સલાહ આપી હતી.ત્યારબાદ તેઓએ આગળ અભ્યાસ ચાલુ રાખવા મુંબઈ ખાતે ડિપ્લોમા ની પરીક્ષા પણ આપી હતી અને જે જે આર્ટસ કોલેજ માંથી એમ.એ.ની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ તેઓએ પોતાના ચિત્રો અન્ય રાજ્યોમાં યોજાતા પ્રદર્શનમાં મોકલવા માંડ્યા.શરૂઆતમાં જ તેઓના 50 ચિત્રો હૈદરાબાદના ચિત્ર પ્રદર્શન માટે પસંદ થયા જેમાં તેઓએ લેન્ડસ્કેપ અને રામાયણ ના પ્રસંગો તેમજ કૃષ્ણની રાસલીલા ના ચિત્રો રજૂ કર્યા હતા. જે માટે તેઓની વિખ્યાત ચિત્રકાર કેસીએ પાણી કરે ભરપૂર પ્રશંસા કરતા પ્રશસ્તિ પત્ર પણ પાઠવ્યો હતો. ત્યારબાદ ૧૯૭૦ની સાલમાં ગુજરાત રાજ્યના પ્રથમ એવોર્ડ થી પણ જલેન્દુભાઇ ને નવાજવામાં આવ્યા હતા.
જલેન્દુ ભાઈ કેસીએ પાણીકરના ગણપતિ ના ચિત્રો થી અત્યંત પ્રભાવિત થયા હતા. અને તેમની પાસેથી પ્રેરણા લઇ ગણપતિના 108 ચિત્રો તંત્ર-મંત્ર અને યોગના આધારે દોર્યા હતા. જેમાં ગણપતિજી ના અલગ અલગ સ્વરૂપો રજૂ કર્યા હતા. આ ચિત્રો તેઓએ મહા કૌશલ કલા વીથિકા ને મોકલ્યા હતા. જે માટે તેઓને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.
એક વખતના જાણીતા ચિત્રકાર વાસુદેવે પણ જલેન્દુ ભાઈ ના વખાણ કરતાં તેઓને મંત્ર તંત્ર અને યોગ આધારિત હિન્દુ દેવી દેવતા ના ચિત્રો દોરવાનું ચાલુ રાખવાની સલાહ આપી હતી. અને જણાવ્યું હતું કે ‘ તમે જે પ્રકારનાં ચિત્રો દોરો છો તે પ્રકારે કોઈ દોરતા નથી.