CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 28, 2024

કોરોના રસી ઉત્પાદકો ને ને કેન્દ્ર એડવાન્સ માં આપશે, 4500 કરોડ

21 એપ્રિલ 2021

 

ભારતીય કોરોના રસી ઉત્પાદકો ને કેન્દ્ર સરકાર રસી ઉત્પાદન માટે 4500 કરોડ રૂપિયા અગ્રીમ પેટે આપશે.
એક તરફ કોરોના ઝેરીલા અજગર ની જેમ લોકોને પોતાના ભરડા માં લઇ રહ્યો છે,તો બીજી તરફ હોસ્પિટલો માં દર્દીઓ માટે બેડ પણ ઓછા પડી રહ્યા છે,સરકારી દવાખાનાઓમાં લોબી માં સારવાર અપાઈ રહી છે. અને મૃત્યુ દર પણ વધી રહ્યો છે.આવા કાળ મા વેક્સિન નો સધિયારો લોકો ને મળતો હતો ,પણ તેની માત્રા પણ ઓછી પડતાં હવે ઉત્પાદન તીવ્ર ગતિ થી થાય તે માટે કેન્દ્ર સરકાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને બાયોટેક જેવી વેક્સિન બનાવતી ભારતીય કંપનીઓને નવા પુરવઠા સામે એડવાન્સમાં 4500 કરોડ આપશે. હવે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવીડ વિરોધી રસી આપવાનો કાર્યક્રમ શરૂ થતા માંગ વધી છે. એવામાં પ્રાપ્ત માહિતી અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જુલાઈ મહિના સુધી લગભગ 200 મિલિયન ડોઝ અને બાયોટેક કંપની સરકાર ને 90 મિલિયન ડોઝ સરકાર ને પૂરા પાડશે.
રસીકરણ ની નીતિ અનુસાર ઉત્પાદકો 50% પુરવઠો સરકારને અને બાકી 50% રાજ્ય સરકારોને આપશે.ભારત સરકાર ના રસીકરણ કેન્દ્રો પર નિશુલ્ક રસી આપવાનું ચાલુ રહેશે.