CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 3, 2024

નિર્ભયા ના દોષિતોને ફાંસી નું એક વર્ષ

20 Mar. Delhi: નિર્ભયા દુષ્કર્મ મામલે આજના રોજ એટલે 20 માર્ચ 2020 ના દિવસે અપરાધીઓને ફાંસી આપવામાં એવી હતી, અને અંતે મૃત્યુ બાદ નિર્ભયા ને ન્યાય મળ્યો હતો.

નિર્ભયા પર વિકૃત ,ભયંકર દુષ્કર્મ કરનાર ચાર આરોપીઓ ને 20 માર્ચ 2020 ની સવારે સાડા પાંચ વાગે ફાંસી આપવામાં આવી હતી.અને લાંબી કાનૂની લડાઈ પછી અંતત: મૃત્યુ બાદ નિર્ભયા ને ન્યાય મળ્યો હતો.

19 માર્ચ 2020 ની રાત્રે 3 વાગે સુપ્રીમ કોર્ટે ચાર આરોપીઓ પવન,અક્ષય,વિનય અને મુકેશ ને ફાંસી નું ડેથ વોરંટ જાહેર કર્યા પછી 20 માર્ચ 2020 પરોઢે સાડા પાંચ વાગ્યે તિહાર જેલ નંબર ત્રણના ફાંસીઘર માં ફાંસી આપવામાં આવી.આ ફેંસલો જ્યારે અપાતો હતો, ત્યારે જેલ ની બહાર મીડિયા સહીત લોકટોળા ઉમટી પડ્યા હતા.અને સુપ્રીમ કોર્ટના ફેંસલા ને વધાવી લીધો હતો.

50 જેલ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ આ સમયે હાજર હતી ,જ્યારે જલ્લાદ પવને લીવર ખેંચીને ચારેયને ફાંસી આપી. અહી એ ઉલ્લેખનિય છે કે દિલ્લી ની જુદી જુદી જેલો માં 12 અપરાધીઓ એવા છે જેમને ફાંસીની સજા થઈ છે. છેલ્લે ૨૦૧૩માં અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી. અને આઝાદી પછી પહેલી વખત સાત પરિજનો ની હત્યા કરનારી મહિલા શબનામને ફાંસી ની સજા થઈ છે.