CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 1, 2024

अंतर्राष्ट्रीय नर्स दिवस

આજે ઇન્ટરનેશનલ નર્સ ડે પર આજના કોરોના કાળમાં 24/7 નિરંતર સેવા કરનાર નર્સ સમુદાયને સલામ છે. નર્સ નો વ્યવસાય એક એવો વ્યવસાય છે કે, જેમાં પૂર્ણ સમર્પિત થઈને દર્દીને સાજો કરવાની નેમ લઈ ને કામ કરવામાં આવે છે. આજે ફર્સ્ટ વોરિયર તરીકે તમામ હોસ્પિટલો માં પોતાના પરિવાર, નાના સંતાનો ની પણ ચિંતા કર્યા વગર, હોસ્પિટલો માં નિરંતર આવતાં દર્દીઓની સેવા કરતા તમામ નર્સ સમુદાય પર લોકોનું જીવન આધારિત છે, અને તેઓ પોતાની આ ફરજ પૂર્ણ નિષ્ઠા થી નિભાવી રહી છે.આજે વિશ્વ નર્સ ડે પર આપડે તેમને સલામ કરીએ છીએ.
આજના દિવસ 12 મે 19૨૦ના રોજ બ્રિટિશ પરિવારમાં જન્મેલ અને પોતાનું જીવન દર્દીઓને સમર્પિત કરનાર ફ્લોરેન્સ નાઈટિંગગેલ ને શ્રદ્ધાંજલી અર્પિત કરવાના રૂપે મનાવવામાં આવે છે. પ્રીમિયા યુદ્ધ વખતે હાથ માં ફાનસ લઈને સૈનિકોની નિરંતર સેવા માટેના સમર્પણ સાથે તેમણે નર્સિંગ ની સ્થાપના કરી. તેમને lady with lamp પણ કહેવામાં આવે છે. ૧૮૬૦માં સેન્ટ થોમસ હોસ્પિટલ અને નર્સો માટે ટ્રેનિંગ સ્કૂલ ની સ્થાપના તેમણે કરી. ૧૯૫૩માં અમેરિકાની સ્વાસ્થ્ય શિક્ષણ કલ્યાણ અધિકારી ડોરોથી સુદરલેંડે તેમની યાદમાં વિશ્વ નર્સ દિવસ મનાવવા નો પ્રસ્તાવ મૂક્યો. 1974ની જાન્યુઆરીમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ આઇઝનહોવરે આ દિવસ ૧૨ મેના દિવસે મનાવવાની ઘોષણા કરી હતી.
ભારત દેશમાં પણ ભારત સરકાર દ્વારા આજના દિવસે શ્રેષ્ઠ નર્સિંગ માટે ના પુરસ્કારથી નર્સોને સન્માનિત કરવામાં આવે છે .અત્યાર સુધીમાં લગભગ 250 નર્સ ને સન્માનિત કરવામાં આવેલ છે.
સમગ્ર વિશ્વ સેવા ને સમર્પિત નર્સ સમુદાય ને સલામ કરે છે.