Galib’s Birthday Special: આખરી મુઘલ- બહાદુરશાહ ઝફર, એક વાર એમના રાજ કવિ સાથે લાલ કિલ્લામાં આવેલા આંબાવાડિયામાં ફરી રહ્યા હતા . રાજ કવિ કેરીથી લચી પડેલા એક આંબાની સામે તાકીને જોઈ રહ્યા હતા.રાજાએ પૂછ્યું,“ શું જુઓ છો ઝાડમાં, કવિરાજ?“ કવિએ જવાબ આપ્યો, “બાદશાહ સલામત, મૈં ને બુઝુર્ગોંસે સુના હૈ દાને દાને પે લીખા હૈ ખાનેવાલેકા નામ, દેખ રહા હું કીસી આમ પર મેરા નામ લીખા હૈ ક્યા ? “ બાદશાહ કવિનો ભાવાર્થ સમજી ગયા અને પસંદ કરેલી સુંદર કેરીઓનો ટોપલો એ દિવસે એમના ઘરે પહોંચી ગયો. આ રાજ કવિ એટલે મિર્ઝા ગાલિબ !
ગાલિબની શાયરીની જેમ જ એમનો ખાવા-પીવાનો શોખ અને એમાં પણ કેરી તરફનો એમનો પક્ષપાત જાણીતો હતો- એકવાર દરબારમાં કેરી વિશે ચર્ચા ચાલતી હતી ગાલિબ પણ ત્યાં હાજર હતા. તેમને કહેવામાં આવ્યું, કેરી વિશે તમે કંઈક કહો. તેમણે કહ્યું “આમોમેં દો ખૂબી હોની ચાહિયે – એક મીઠે હો ઔર બહુત સારે હો” .
#મિર્ઝા_ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ઉર્દુમાં સૌથી વધુ અને સૌથી સારું પ્રદાન કરનાર આંગળીને વેઢે ગણાય એવા કવિઓમાં એમનું નામ અગ્રીમ હરોળમાં છે.
આપણા ઘણા કવિઓ-લેખકોની સર્જન પ્રક્રિયા દરમિયાનની જાતજાતની ટેવો- કુટેવો વિશે આપણે જાણીએ છીએ. ગાલિબની પણ એક એવી ખાસિયત હતી . રાત્રે જ્યારે કોઈ શે’ર સ્ફુરે ત્યારે મનમાં શે’ર ગોઠવીને રૂમાલમાં ગાંઠ વાળે, બીજો શેર બીજી ગાંઠ, ત્રીજા શે’રની ત્રીજી અને બીજી સવારે એક પછી એક ગાંઠ ઉકેલતા જાય અને રાત્રે સ્ફુરેલા શે’ર ને શબ્દશઃ કાગળ પર ઉતારતા જાય.
આ પણ વાંચો – જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે
દિલ્હીમાં જીવનભર રહેલા ગાલિબને મોટેભાગે દિલ્હીએ દુઃખ આપ્યું છતાં જ્યારે કોઈએ પૂછ્યું દિલ્હી કેવું ? તો એમણે જવાબ આપ્યો-
એક રોજ અપની રૂહસે પૂછા, કિ દિલ્હી ક્યા હૈ ?
તો યું જવાબ મેં કહે ગયે ,યે દુનિયા માનો જિસ્મ હૈ ઔર દિલ્હી ઉસકી જાન .
એમનો એક જાણીતો શે’ર વિરોધીઓને જવાબ આપવા માટે લખાયેલો, લખે છે:
हैं और भी दुनिया में सुख़न-वर बहुत अच्छे
कहते हैं कि ‘ग़ालिब’ का है अंदाज़-ए-बयाँ और
ગાલિબને આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમના કેટલાક શે’ર યાદ કરીને શ્રધ્ધાંજલિ:
●तुम सलामत रहो हजार बरस
हर बरस के हों दिन पचास हजार
●निकलना ख़ुल्द से आदम का सुनते आए हैं लेकिन
बहुत बे-आबरू हो कर तिरे कूचे से हम निकले
●हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पे दम निकले
बहुत निकले मिरे अरमान लेकिन फिर भी कम निकले
●इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
●मोहब्बत में नहीं है फ़र्क़ जीने और मरने का
उसी को देख कर जीते हैं जिस काफ़िर पे दम निकले
●उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
वो समझते हैं कि बीमार का हाल अच्छा है
●न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता
डुबोया मुझ को होने ने न होता मैं तो क्या होता
●आह को चाहिए इक उम्र असर होते तक
कौन जीता है तिरी ज़ुल्फ़ के सर होते तक
More Stories
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ( 1870-75) : અંગ્રેજોએ એમને શા માટે પદ ભ્રષ્ટ કર્યા હતા ?