CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Sunday, April 27   2:20:47
silk

ઉપર સિલ્ક અને નીચે કોટન – નામશેષ થતો કાપડનો એક વિશિષ્ટ પ્રકાર : મશરૂ કાપડ

મશરૂ કાપડ એક સમયે શાહી હસ્તકલા હતી, જેનું ઉત્પાદન મુસ્લિમ સમુદાયો માટે કરવામાં આવતું હતું, કારણકે હદીસના નિયમ મુજબ મુસ્લિમોને શુદ્ધ રેશમી કાપડ પહેરવા પર પ્રતિબંધ છે. આ સમસ્યાના ઉકેલ માટે મશરૂ કાપડનો જન્મ થયો. આ કાપડ ઉપરની બાજુએ રેશમના તાણા અને શરીર તરફ અંદરના ભાગે સુતરાઉ કાપડના વાણા વડે વણાયેલ છે. જેથી રેશમ વ્યક્તિની ચામડીને સ્પર્શે નહીં, આમ ધાર્મિક નિયમનું પાલન થાય અને રેશમી કાપડ પહેરવાનો શોખ પણ પુરો થાય.

મશરૂ નામ જ મિશ્રિત કાપડનો સંદર્ભ આપે છે, જે સિલ્ક અને કોટન ટેક્સટાઇલનું હાથથી વણેલું મિશ્રણ છે. આ કાપડને ‘કાયદેસર અને પવિત્ર કાયદા દ્વારા માન્ય’ અથવા મશરૂ માનવામાં આવતું હતું અને તેથી જ આ અરબી શબ્દ ‘મશરૂ’ પરથી કાપડનું નામ પણ તે જ પડ્યું. અરબીમાં ‘મશરૂ’ શબ્દનો અર્થ થાય છે ‘પરવાનગી’ અને સંસ્કૃત ‘मिश्र’નો અર્થ ‘મિશ્રિત’ થાય છે.
આરબ દેશોમાંથી આવેલું આ મશરૂ ફેબ્રિકનું વણાટ એક સમયે સમગ્ર દેશમાં દક્ષિણથી લઈને લખનૌ અને બંગાળ સુધી વિવિધ સ્વરૂપોમાં પ્રચલિત હતું. 1900 ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર સમાજ અને નિકાસ બજારો માટે આ વણાટકામ મોટી માત્રામાં કરવામાં આવતું હતું. આજકાલ ફક્ત ગુજરાતના નાના શહેરો, ખાસ કરીને પાટણ અને માંડવીના વણકર જ આ હસ્તકલાને જીવંત રાખી રહ્યા છે.
પાટણમાં આ કામ સાથે પેઢીઓથી સંકળાયેલા જગદીશભાઈ ખત્રીના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ કાપડનો પ્રવેશ અરબસ્તાનથી થયો હતો. અને ધીમે ધીમે આ વણાટકામ સમગ્રમાં દેશમાં ફેલાયું. આશરે 35 વર્ષ પહેલાં પાટણમાં આ કાપડના વણાટ માટે અંદાજિત 250 શાળ કાર્યરત હતી જે અત્યારે ઘટીને ફક્ત 30 ની સંખ્યામાં છે. સમયની સાથે સાથે મશરૂ કાપડ પર પણ બ્લોક પ્રિંટીંગ, ડીઝીટલ પ્રિંટીંગ વગેરે જેવી ડીઝાઈન ગ્રાહકોની માગ મુજબ બનતી જાય છે.