પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ રહી છે , ત્યારે સો વર્ષ પૂર્વે 1924 માં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ટેનિસ પ્લેયરને યાદ કરીએ.
નામ એનું મહેરબાઈ ટાટા ! હા, એ જ. દેશના પ્રતિષ્ઠિત ટાટા પરિવારના સર જમશેદજી ટાટાના મોટા પુત્ર સર દોરાબજી ટાટાના પત્ની. આજે પોતાની પ્રગતિ અને સત્કાર્યોને કારણે દુનિયાભરમાં જાણીતી આ કંપની માટે એક સમય એવો પણ આવેલો કે જ્યારે નાણાંના અભાવે એ ડૂબવાની તૈયારીમાં હતી. આ સમયે પોતાના કીમતી દાગીના અને ખાસ તો લગ્નમાં ભેટ મળેલ 245 કેરેટનો જુબેલી ડાયમંડ ગીરવે રાખીને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડને બચાવનાર તે આ મહેરબાઈ !
લેડી મહેરબાઈ એ સમયે પણ જમાનાથી ખૂબ આગળ ચાલનાર મહિલા હતાં. તેમણે બાળ વિવાહ, મહિલા મતાધિકાર, કન્યા કેળવણી અને ઘૂંઘટ પ્રથા નાબૂદી જેવાં મહિલા સશક્તિકરણના અનેક કાર્યો માટે ઝુંબેશ ચલાવેલી.
ટેનિસ અને ઘોડેસવારીના શોખીન મહેરબાઈ ૧૯૨૪ માં રમાયેલી પેરિસ ઓલિમ્પિકમાં મિક્સડ ડબલ્સ ટેનિસ પ્લેયર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા હતાં. મજાની વાત તો એ છે કે ઓલિમ્પિક સહિતની તમામ ટેનિસ મેચ એ પારસી સાડી પહેરીને રમતાં.
More Stories
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી