CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Tuesday, April 22   10:24:02

અગનપંખી : ઑસ્ટ્રેલિયાનાં જંગલો માટે આગ એ કોઈ નવી વાત નથી

1997 થી 2011 સુધી દર વર્ષે ઑસ્ટ્રેલિયાના 730,000 ચોરસ માઇલના જંગલ વિસ્તાર પૈકી સરેરાશ લગભગ 18 ટકા આગથી પ્રભાવિત થયા હતા. એક તો ત્યાંની સખત લેન્ડસ્કેપ અગનજ્વાળાઓ માટે અનુકૂળ છે એમાં માનવીઓ અને વીજળીના પરિબળો ઉમેરાય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના આદિજાતિના લોકો વર્ષોથી ત્રીજાં કારણને પણ જવાબદાર ગણે છે- એ છે પક્ષીઓ !

Firehawk raptors તરીકે ઓળખાતાં પંખીઓ જંગલની આગ માટે જવાબદાર છે. સંશોધકો કહે છે કે આ રેપ્ટર્સ પોતાની ચાંચમાં જંગલની આગમાંથી સળગતી લાકડીઓ ઉપાડે છે અને તેને એકાદ કિ.મી. દૂર ફેંકી દઈ નવી આગ લગાવે છે. આવાં વિચિત્ર વર્તન માટે એમ માનવામાં આવે છે કે, આગ લાગતાં જ્વાળાઓ અથવા ધુમાડાથી બચવા નાનાં જંતુઓ અને અન્ય નાના પ્રાણીઓ આગમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે છે અને આ પક્ષીઓ તેમાંથી સરળ રીતે ખોરાક મેળવે છે.

આદિજાતિઓ જેને Firehawk (આપણી ભાષામાં‘અગનપંખી’) તરીકે ઓળખે છે એ સમૂહમાં black kite (Milvus migrans), whistling kite (Haliastur sphenurus) અને brown falcon (Falco berigora)નો સમાવેશ થાય છે. આદિજાતિઓ હજારો વર્ષોથી આ પંખીઓ આગ લગાવતા હોવાની માન્યતા ધરાવે છે પણ પશ્ચિમી વૈજ્ઞાનિકો સમક્ષ તેને સાબિત કરવા માટે હજુ સુધી વિડિયો પુરાવા નથી.

પશ્ચિમ આફ્રિકા, પાપુઆ ન્યુ ગિની, બ્રાઝિલ, ફ્લોરિડા અને ટેક્સાસ જેવા વિવિધ પ્રદેશોમાં રેપ્ટર્સ સક્રિય આગની આસપાસ શિકાર કરે છે, પરંતુ ઑસ્ટ્રેલિયા એકમાત્ર એવું સ્થાન છે જ્યાં સંશોધકોને રેપ્ટર્સ વાસ્તવમાં આગ ફેલાવતા હોવાના દસ્તાવેજો મળ્યા હોવાનું કહેવાય છે.