CATEGORIES

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
Thursday, March 13   12:22:29

જાણો છો તમારાં મસાલિયાંમાં હીંગ ક્યાંથી આવે છે?

મારા ભાવનગરના નિવાસ દરમિયાન ઘણા બધા મિત્રો મારી પાસે સોનગઢની હીંગ મંગાવતા. મને ઘણી વાર એવો વિચાર આવતો કે, શા માટે સોનગઢની હીંગ વખણાય છે? હીંગની ખેતી કે ઉત્પાદન સોનગઢમાં થતું હશે? પણ પછી ખબર પડી કે સોનગઢમાં જ નહીં આખા ભારતમાં ક્યાંય હીંગનું ઉત્પાદન નથી થતું.

લગભગ દરેક ભારતીય રસોડાના મસાલિયાંમાં સ્થાન ધરાવતો તીવ્રવાસવાળો મસાલો હીંગ ભારતીય વૈદક શાસ્ત્રમાં પણ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે પરંતુ આપણે ત્યાં એનું ઉત્પાદન નથી.

મઝાની મજાની વાત એ છે કે આપણા દેશમાં એનું નહિંવત ઉત્પાદન હોવા છતાં દુનિયાના સૌથી વધુ હીંગ વાપરનાર દેશોમાં ભારતનો સમાવેશ છે. આપણે જે હીંગનો ઉપયોગ કરીએ છીએ તે અફઘાનિસ્તાન અને ઈરાનથી આવે છે. દર વર્ષે ભારત આશરે ₹900 કરોડ કરતાં વધુ કિંમતની લગભગ 1500 ટન હીંગની આયાત કરે છે. #ashishkharod

હીંગના છોડને ઠંડો અને સૂકો રેતાળ પ્રદેશ વધુ અનુકૂળ પડે છે અને એટલે આપણા દેશમાં પ્રાયોગિક ધોરણે લડાખ, ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં હીંગની ખેતી શરૂ કરવામાં આવી છે. ભારતમાં સૌપ્રથમવાર, હિમાચલના ખેડૂતો દ્વારા IHBT અને નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસની મદદથી સને 2020 માં હીંગની ખેતીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો  છ – છ વખત સમુદ્રમાં ગરક થયેલી દ્વારિકા નગરી

હીંગના છોડના બીજ પણ ભારતમાં ઉપલબ્ધ ન હતાં, તેથી બીજ ઈરાનથી આયાત કરવામાં આવ્યાં હતાં.

હીંગનો છોડ ચાર વર્ષ પછી હીંગનું ઉત્પાદન કરે છે. છોડના મૂળ પર હળવો કટ બનાવવામાં આવે છે અને પ્રવાહી ગુંદર જેવો ચીકણો પદાર્થ એકઠો કરવામાં આવે છે. જેમાં ચોખાનો લોટ મિક્સ કરીને સૂકવવામાં આવે છે.ત્યારબાદ તેને પીસીને હીંગ પાવડર તૈયાર કરવામાં આવે છે.એક છોડમાંથી લગભગ અડધો કિલો હીંગ મળે છે.આમ ઓછી ઉપલબ્ધિ ને કારણેજ એ ખૂબ મોંઘી હોય છે. એની તીવ્ર વાસ જેને નથી ગમતી એવા લોકો એને ‘ડેવિલ્સ ડંગ’ તરીકે પણ ઓળખે છે.

આ પણ વાંચો – જળ અને સ્થળ બંને પર સરળતાથી ચાલતી ભારતીય લશ્કરની ‘ પિપ્પા ‘ ટેન્ક

દિલ્હીમાં ખારી બાઓલી ખાતેનાં એશિયાના સૌથી મોટાં મસાલા બજારમાં અને ઉત્તરપ્રદેશના હાથરસમાં હીંગનો મોટો કારોબાર છે.

હવે જ્યારે રેસીપીમાં ‘ચપટી હીંગ’ વાંચો, સાંભળો કે જુઓ ત્યારે આ પોસ્ટને યાદ કરજો!