CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 18, 2024

શું તમે જાણો છો કે Cyclone શબ્દની ઉત્પત્તિ ભારતમાં થઈ છે?

જી હા! કલકત્તાની મરીન કોર્ટના પ્રમુખ તરીકે કામ કરતો એક અંગ્રેજ હેનરી પિડિંગ્ટન હિંદ મહાસાગરના તોફાની હવામાનનો અભ્યાસ કરતો હતો. તેણે ડિસેમ્બર 1789ના વિનાશક ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનો ઊંડો અભ્યાસ કર્યો હતો જે વાવાઝોડાંએ દરિયાકાંઠાના કોરિંગા નગરના 20,000 થી વધુ લોકોનો ભોગ લીધો હતો.

1840ની આસપાસ એશિયાટિક સોસાયટી ઑફ બંગાળમાં આ સંશોધન રજૂ કરતી વખતે પિડિંગ્ટને 1789ના તોફાનને ‘Cyclone’ તરીકે વર્ણવ્યું હતું. Cyclone શબ્દ મૂળ ગ્રીક શબ્દ ‘કાયક્લોન’ (kyklon) પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ છે – ‘સાપના ગૂચળા’ જેવા વર્તુળમાં ફરવું.

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનોનો સામનો કરતા જહાજોમાંથી કેટલાક વાદળો અને પવનના અહેવાલોની તપાસમાં પિડિંગ્ટન દ્વારા વાદળોનો આ સર્પાકાર આકાર સૌપ્રથમ વાર નોંધાયો હતો. તેણે જ આ વાતાવરણીય પ્રણાલીઓને Cyclone નામ આપ્યું.