CATEGORIES

September 2023
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
September 24, 2023

કોરોના ની રેંટલ હાઉસ માંગ પર અસર

કોરોના ના પ્રભાવથી કોઈજ વાણિજ્ય બચી શક્યું નથી,હવે તો ભાડે ઘર ની માંગ માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારત માં કોરોના ના કારણે અધિકતમ વ્યાપાર વાણિજ્ય ને ભારે ફટકો પડ્યો છે.કોરોના ની બીજી લહેર ને કારણે ભારતનું નાનું ઉત્પાદન ક્ષેત્ર સ્થિર રહ્યું હતું, જ્યારે નવા ઓર્ડર સાવ તળિયે ગયેલા છે.તો મોટી કંપનીઓને પણ અસર થઈ છે.એવામાં મોટશહેરો માં રેન્ટલ હૌસિંગ ક્ષેત્ર પણ પ્રભાવિત થયું છે.એક સંશોધન અહેવાલ પ્રમાણે આ ક્ષેત્રમાં બે થી 20% નો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્લી,મુંબઈ,કોલકાતા,ચેન્નાઇ,
બેંગલુરુ,જેવા મોટા શહેરો મા વર્ક ફ્રોમ હોમ ના કારણે મલ્ટી નેશનલ કંપનીઓ માં કામ કરતા કર્મચારીઓ પોતાના વતન અથવા પોતાના પરિવાર પાસે જતા રહ્યા છે.આ કારણે જે મકાન માલિકોને ભાડા ની આવક હતી તે ઘટી છે ,અને લગભગ માસિક આઠ થી ૧૭ ટકા નો ઘટાડો થયો છે.જે લોકો આ જ આવક પર નભતા હતા તેમની મુશ્કેલીઓ વધી છે. જ્યારે બીજી કોરોના લહેર ને કારણે હાઉસિંગ વેચાણ પર પણ બ્રેક લાગી છે.
તો બીજી તરફ દેશ માં પ્રથમ લોકડાઉન વખતે લગભગ એક લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી જ્યારે આ વર્ષે એપ્રિલ માસ માં ઇન્ડીયન ઇકોનોમી મોનીટરીંગ સેન્ટર ના અહેવાલ મુજબ સૌ થી વધુ ૭૫ લાખ લોકો બેરોજગાર બન્યા છે.કોરોના ની બીજી લહેર ના કારણે બેરોજગારી નો ડર ૮ ટકા એ પહોંચ્યો છે,હે મે જૂન માં વધવાની સંભાવના છે.કોરોના ના કારણે મજૂરોની વતન વાપસી ના કારણે કામકાજ ઠપ્પ થતાં સ્થિતિ ગંભીર બની છે.