CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 4, 2024

Biden & Trump: લોકમતની તો ઐસી કી તૈસી!

28-04-2023, Friday

Dilip Mehta Sir
Dilip Metha

પ્રસાર માધ્યમોમાં અમેરિકાની પ્રમુખીય ચુંટણીની ચર્ચા આરંભાઈ ચુકી છે.નવેમ્બર ૨૦૨૪માં યોજાનાર આ ચુનાવના ઉમેદવાર તરીકે ફરી એકવાર બે જુના અને જાણીતા જોગીઓએ પોત પોતાની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે.
તાજેતરમાં આયોજિત લોકમતમાં બંને ઉમેદવારો પ્રત્યે દેશના નાગરિકોએ નારાજગી દર્શાવી છે. બાઈડનની ઉમેદવારી પ્રત્યે ૭૦% લોકોએ નારાજગી વ્યક્ત કરી છે, જયારે ૬૦%નાગરિકો ટ્રમ્પની ઉમેદવારી વિરુધ્ધ પોતાનો મત દર્શાવી ચુક્યા છે. લોકમતની ઐસી કી તૈસી કરીને પણ આ બંને બુઝુર્ગો બીજી વાર પ્રમુખનો તાજ પહેરવા તૈયાર થઇ ચુક્યા છે! બંનેની ભાવના અને ઉત્સાહ કાબિલ-એ-દાદ ગણાય!
એવું કહેવાય છે કે સત્તાધીશો-રાજકારણીઓ જલ્દીથી વૃધ્ધ થઇ જતા હોય છે. ન્યુઝીલેન્ડના યુવાન મહિલા પ્રધાનમંત્રી જેસીન્ડાએ રાજીનામું આપતી વેળા શબ્દો ચોર્ય વિના સ્પષ્ટ કહી દીધું કે “ I didn’t have enough in the tank”
પરંતુ, ઈતિહાસ ગવાહ છે કે મોરારજી દેસાઈ જેવા અનેક વિરલાઓએ જીવનની સમી સાંજે સત્તાના સુકાન સંભાળીને પોતાની Mental, vital, physical અને Cognitive ability( જ્ઞાનાત્મકક્ષમતા)નો પરિચય આપી દીધેલો.
“ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના પત્રકાર ચીદાનંદે ગઈકાલના એના લેખમાં આપણા મોરારજીભાઈનો એક સરસ પ્રસંગ ટાંક્યો છે.
4,નવેમ્બર1977 ના દિવસે રુશિયન બનાવટનું એક એરક્રાફ્ટ આસામના જોરહાટ વિમાન મથકે ઉતરાણ કરતી વખતે એરપોર્ટથી થોડાક માઈલ કાદવ ભરેલા ખેતરમાં તૂટી પડેલું. એ અકસ્માતમાં પાઈલટ સહીત પાંચ ક્રૂમેમ્બરના મૃત્યુ થયેલા, પરંતુ, એ જ સમયે વિમાનના કાટમાળ અને મૃતદેહોની વચ્ચેથી બહાર આવીને પોતાના શરીર પરથી ભીની માટીને ખંખેરીને એક બુઝુર્ગ ઉભો થયો અને ગ્રામજનોએ ત્યાં લાવીને મુકેલી ચારપાઈ પર જઈને આરામથી બેઠો. એ બુઝુર્ગ એટલે એક્યાશી વર્ષીય શ્રી મોરારજી દેસાઈ!
ચિદાનંદ નોંધે છે કે “Desai looked like a paragon of monkish detachment”
સાક્ષીભાવ ..સન્યાસભાવ અને અનાસક્ત ભાવની એ સાક્ષાત મૂર્તિ હતા.
આવું નિરાળું અને સ્વસ્થ દીર્ઘાયુ બધાને નથી મળતું. લોકશાહી દેશના નેતાઓ માટે આટલી માનસિક સ્વસ્થતા જાળવવાનું ઘણું કઠીન હોય છે. પદભાર ભલભલાને જલ્દી વૃધ્ધ બનાવી મુકે છે. એક માતા અને એક પત્ની તરીકેના, કદાચ એક મહિલા તરીકેના જેસિકાના રાજીનામાંના બીજા પણ કેટલાક અંગત કારણો હશે જ, તેમ છતાં એક બાબત તો નક્કી જ છે કે સત્તા પર સમતા રાખવાનું કઠીન તો છે.
ખેર,શારીરિક , માનસિક અને વ્યક્તિગત મર્યાદાઓ સહીત પણ આ બંને બુઝુર્ગો ફરી એક વાર પ્રમુખીય પદ સંભાળવા પ્રતિબધ્ધ બન્યા છે, ત્યારે બીજી તરફ માત્ર ૩૯ વર્ષની મધ્ય વય ધરાવતા અમેરિકાના યુવાજગતની અભીપ્સા, આશા, આંકાક્ષાઓ વિષે પણ મીડિયામાં ચર્ચા થાય એ સ્વાભાવિક જ છે. સૌથી મોટી વયના પ્રમુખ તરીકેનો બાઇડનનો રેકોર્ડ પણ અત્રે નોંધનીય છે.
વિશ્વ આજે આશાભરી આંખે યુવા નેતૃત્વ તરફ ઢળીરહ્યું છે, અને ઋષિ સુનક ( ૪૩), મેક્રોન( ૪૫) જેવા નેતાઓને નેતા તરીકે નિહાળી રહ્યા છે,ત્યારે અમેરિકાને માથે ફરી એકવાર એક octogenarian પ્રમુખ પદ શોભાવશે, એની ચર્ચા થઇ રહી છે.
અમેરિકાના પ્રમુખ પદના ઇતિહાસમાં આ અગાઉ પણ મોટી વયના પ્રમુખો સફળતા પૂર્વક શાસન કરી ચુક્યા છે. એની વિગતો માટે અહીં જગ્યા નથી, પરંતુ, એ સમયે આમ આદમીનું સરેરાશ આયુષ પણ કેટલું હતું, એ મુદ્દો પણ ચર્ચા યોગ્ય છે.
આવતાવર્ષે બેમાંથી એક જયારે પદગ્રહણ કરશે ત્યારે દેશના નાગરિકોનું સરેરાશ આયુષ 55 વર્ષનું હશે. આજથી ચાલીશ –પચાશ વર્ષ પહેલા તો ૬૦ વર્ષની વ્યક્તિને પણ ‘વયોવૃધ્ધ’ગણવામાં આવતી હતી.
અમેરિકાના પ્રારંભિક એકાદ ડઝન પ્રમુખોની સરેરાશ વય ૫૦થી૬૦ની હતી. પ્રમુખનું પદ ગ્રહણ કરતી વેળા લિંકન 52 વર્ષના હતા.એ પછીના વર્ષોમાં સરેરાશ આયુષ 48 વર્ષનું થયું, ત્યારે રુઝવેલ્ટ ૪૨ વર્ષના પ્રમુખ બન્યા , અને એ સૌથી યુવાન પ્રમુખ હતા. આજે પણ એનો આ રેકોર્ડ કાયમ છે. પ્રમુખ પદ સમયે જોહ્ન એફ કેનેડી પણ માત્ર ૪૩ વર્ષના જ હતા, પરંતુ એ પછી ટ્રુમેન, આઇઝનહોવર, જોહ્ન્સન વગેરે જે જે પ્રમુખ બન્યા એમાંના લગભગ 60 ની આસપાસ જ હતા. ૧૯૮૦માંઅમેરિકાના પુરુષોનું સરેરાશ આયુષ જયારે ૭૦ નું હતું, ત્યારે રોનાલ્ડ રેગન ૭૦ વર્ષે પ્રમુખ બનેલા.૧૯૮૮માં બીજી વાર પ્રમુખ પદ ભોગવીને રેગન વિદાય થયા ત્યારે તેઓ ૭૭ વર્ષના હતા, એ પછીથી તો ૮૩ વર્ષે એની સ્મરણશક્તિ ચાલી ગયેલી. બસ, ત્યારબાદ, અમેરિકન પ્રજા યુવા નેતૃત્વ તરફ પાછી ફરી, અને સહસ્ત્રાબ્દીમાં અમેરિકાએ બીલ ક્લીન્ટન( 46) અને બરાક ઓબામાં (47)જેવા યુવા નેતાઓને પદભાર સોંપ્યો. જ્યોર્જ બુશ (54) પણ સાપેક્ષમાં યુવાન જ હતા.
2020માં અમેરિકાએ ફરી એકવાર બુઝુર્ગોને પ્રમુખીય ઉમેદવાર તરીકે જોયા અને લગભગ નાછૂટકે એકને પદભાર સોંપવો પડયો!
અને હવે ફરી એકવાર નારાજગીના સુર સાથે અમેરિકામાં પ્રમુખીય ચૂંટણી ચર્ચાઈ રહી છે. હજુ તો દોઢેક વર્ષની વાર છે, તેમ છતાં ત્યાં પડઘમ વાગવાની શરૂઆત થઇ ચુકી છે, પરંતુ લોક હૃદયમાં આશાની એક વાદળી બંધાઈ છે કે આ ૧૮મહિનાના સમયગાળામાં કંઇક બદલાશે.
અને હા, આપણી વાત તો શું કરવાની? આપણે ત્યાં તો બધું જ નક્કી જ છે હો ! અમેરિકામાં વસતા મારા ભારતીય ભાંડુઓ! આકાશવાણીમાંથી વહેતા નરેન્દ્રવીણાના સુમધુર સ્વરો આપને સંભળાય છે?