CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 17, 2024

અને હવે ક્લીઓપેટ્રાનું વિરુપણ

13-05-2023, Saturday

કવિ વિનોદ જોશી કૃત ‘સૈરન્ધ્રી’પ્રબંધ ( કાવ્ય)માં સૈરન્ધ્રીના પાત્રના વિરુપણ સંદર્ભમાં ચાલી રહેલી સાહિત્યિક ચર્ચાના માહોલમાં આજે આવા જ એક ઐતિહાસિક પાત્રના એક દસ્તાવેજી ફિલ્મમાં થયેલ વિરુપણ( distortion)અંગે વ્યાપેલ રોષ વિષયક ચર્ચા જોવા મળી રહી છે.
’ક્વીન ક્લીઓપેટ્રા’ નામની એક દસ્તાવેજી ફિલ્મમાં બ્રિટીશ અભિનેત્રી એડલી જેમ્સને રાણીના પાત્રમાં કાસ્ટ કરવા બદલ ઈજીપ્તવાસીઓ પ્રબળ વિરોધ દર્શાવી રહ્યા છે,
ફળ સ્વરૂપ ડોક્યુમેન્ટરી ડ્રામાના પ્રોડ્યુસરને ઈજીપ્તની અસ્મિતા/ઓળખની ખોટી રજૂઆત અને ઐતિહાસિક વિરુપણના આક્ષેપો સહન કરવાની નોબત આવી છે.
ઈજીપ્તના પ્રાચીનતા અને પ્રાચીન કલાવસ્તુમંત્રાલયના એક પૂર્વ મંત્રીશ્રીએ આ સંદર્ભમાં એવી દલીલ પણ કરી છે કે “ ક્લીઓપેટ્રાની પ્રાચીન અર્ધ પ્રતિમાઓમાં અને ચિત્રો( portraits)માં પણ ક્લીઓપેટ્રાને સ્પષ્ટરૂપે શ્વેત દર્શાવવામાં આવી છે. ક્લીઓ પેટ્રા ને આફ્રિકન ક્વીન તરીકે રજુ કરવાની અહી કોશિશ જોવા મળી રહી છે.
સમાવેશતાના નામે આજે મનોરંજનના લેન્ડસ્કેપમાં રંગભેદ અને જાતિભેદ બાબતે જે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે, એનું જ કદાચ આ વર્તમાન દ્રષ્ટાંત લાગે છે.
પશ્ચિમની વેબસિરીઝોમાં શ્વેત અને અશ્વેત કલાકારોને કેન્દ્રમાં રાખીને જે રીતે પાત્રોનું કાસ્ટિંગ થાય છે, ગણત્રીપૂર્વક સંવાદો આપવામાં આવે છે, કિરદારમાં સમયનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે, એ બધું જોતાં હવે પરિસ્થિતિ સ્ફોટક બની રહી છે.
ભૂતકાળમાં ઈલીઝાબેથ ટેલર અને અન્ય અભિનેત્રીઓ દવારા અભિનીત આ પાત્ર માટે કદાચ એટલા પ્રશ્નો નહોતા ઉઠયા, પરંતુ ક્લીઓપેટ્રાના કિરદારમાં આજે જેમ્સ જેવી અશ્વેતને આ રોલ મળી રહ્યો છે, ત્યારે એના પક્ષ અને વિપક્ષમાં અનેક દલીલો સંભળાઈ રહી છે.
DIVERSITY અને INCLUSIVITYના સાર્વત્રિક દબાણમાં જયારે સાહિત્ય,સંગીત કે પરફોર્મિંગ આર્ટ પણ આવી જાય ત્યારે કલાનું અકાળે અવસાન થતું હોય છે. આ સંદર્ભમાં ફિલ્મ મેકર્સ કે કલાસર્જકોએ , સાહિત્યકારોએ માત્ર RACE BOX ચેક ન કરતા જે તે કૃતિના ઐતિહાસિક તથ્યો તપાસવા જ રહ્યા.
હેન્રી ફોર્ડ જેવો માણસ ઈતિહાસને ભલે બકવાસ કહે , પરંતુ, પ્રત્યેક મનુષ્યને એના ઈતિહાસ માટે ગૌરવ હોય છે, ગરિમા હોય છે.
ગ્રીક ઇતિહાસમાં ‘ક્લીઓ’ એક દેવી રૂપે પૂજાતી હતી.
સાહિત્યમાં વિશેષ તો ઐતિહાસિક કે પૌરાણિક પાત્રોના નિરૂપણમાં વિરુપણ (DISTORTIO)ન થઇ જાય એ જોવાની કૃતિકારની નૈતિક ફરજ છે. આપણે ત્યાં તો પુરાણને પણ લગભગ ઈતિહાસ જ ગણવાની પરંપરા રહી છે, અને એટલે જ કદાચ સેરન્ધ્રીનું પાત્ર અને કવિતામાં થયેલું નિરૂપણ ચર્ચાસ્પદ બનેલું છે.
પ્રસ્તુત વેબ સીરીઝની કલીપોપેટ્રાના રંગ રૂપ વાનની ચર્ચાનો અંત કેવો હશે, એતો સમય જ કહેશે, પરંતુ, હાલ તો Netflix અને ડોક્યું ડ્રામા –બંને ઈજીપ્તવાસીઓની નારાજગીનો ભોગ બની ચુક્યા છે.
છેલ્લે એક વિચાર આવી જાય છે. આવતી કાલે જો રાધાનું પાત્ર કોઈ અશ્વેત મહિલા ભજવે તો આપણે ત્યાં પણ હોબાળો થવાની પૂરી સંભાવના ખરી હો !