CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Friday, April 4   2:41:28

એક અનોખું ગામ જ્યાં કરોડપતિ પણ કાચા મકાનમાં રહે છે

વાત રાજસ્થાનના દેવમાલી ગામની છે. આ ગામ એની કેટલીક ખાસિયતોને કારણે અનોખું બની રહ્યું છે. અહીં એક પણ પાકું મકાન નથી. એવું પણ નથી કે ગામ આખુંયે ગરીબી રેખાની નીચે જીવતું હોય પરંતુ છતાં અહીં કરોડપતિ પણ કાચા મકાનમાં રહે છે.

એને પરંપરા કહો કે અંધશ્રદ્ધા પણ, ગામમાં કોઈ વડીલોની સૂચના કે આ પરંપરાનો વિરોધ કરતું નથી. એમ કહેવાય છે કે આખા ગામમાં કોઈ નથી દારૂ પીતું કે નથી કોઈ માંસ ખાતું.

મુખ્યત્વે ગુર્જર સમાજની વસ્તી ધરાવતા આ ગામની નજીકના પહાડ પર ગુર્જરોના આરાધ્ય ભગવાન દેવનારાયણનું મંદિર છે. નવાઈની વાત છે કે, મોટેભાગે પશુપાલન પર નિર્ભર 300 ઘર અને પંદરસોની વસ્તી ધરાવતા આ ગામના લોકો પાસે પોતાની માલિકીની એક ઈંચ પણ જમીન નથી. આસપાસની બધી જ જમીન ભગવાન દેવનારાયણના નામ પર છે.

અલબત્ત, આ કાચાં મકાનોમાં પણ ફ્રીઝ, ટીવી, મોંઘી લક્ઝરી ગાડીઓ છે પણ કોઈ ઘર પર તાળું મારતું નથી. અને છતાં છેલ્લા 50 વર્ષોમાં અહીં ચોરી કે લૂંટફાટ નથી થઈ.

રાજસ્થાન જાવ ત્યારે અજમેર જિલ્લામાં આવેલા આ દેવોનાં ગામ જેવા દેવમાલીની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.