CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 20, 2024

ટાટા સુમો: ભારતમાં રજૂ કરાયેલી પ્રથમ સ્વદેશી SUVમાંની એક

ટાટા સુમો, ભારતમાં રજૂ કરાયેલી પ્રથમ સ્વદેશી SUVમાંની એક હતી અને તે ભારતીય પરિવારોની પ્રિય રહી છે. સુમો નામ આપણને જાપાની કુસ્તીની રસપ્રદ રમતની યાદ અપાવે છે. પરંતુ ટાટા સુટાટા સુમો, ભારતમાં રજૂ કરાયેલી પ્રથમ સ્વદેશી SUVમાંની એક હતી અને તે ભારતીય પરિવારોની પ્રિય રહી છે. સુમો નામ આપણને જાપાની કુસ્તીની રસપ્રદ રમતની યાદ અપાવે છે. પરંતુ ટાટા સુમોનું આ બ્રાન્ડ નામ હકીકતમાં એ રમતમાંથી ઉતરી આવ્યું નથી, અને ન તો એ બ્રાન્ડ સાથે કોઈ જાપાનીઝ કનેક્શન છે.

તેના નામ પાછળ એક રસપ્રદ કથા છે .

ટાટા મોટર્સ એ જમાનામાં TELCO તરીકે જાણીતી હતી. સુમંત મૂળગાવકર ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની (TELCO) ના CEO હતા. ટાટા મોટર્સના વરિષ્ઠ અધિકારીઓમાં સાથે લંચ લેવાની પ્રથા હતી. એક સમયે તેઓએ જોયું કે તેમના સાથીદાર સુમંત મૂળગાવકર ઘણા દિવસોથી લંચ સમયમાં ગુમ રહેતા હતા. તેઓ પોતાની કાર લઈને કોઈ જગ્યાએ નીકળી જતા અને જમવાનો સમય પૂરો થાય તે પહેલાં પાછા ફરતા. ટોચના મેનેજમેન્ટને લાગ્યું કે ટાટાના કેટલાક ડીલરો તેમને 5-સ્ટાર હોટેલમાં લંચ માટેની ઓફર દ્વારા રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી, તેઓએ સુમંત પર નજર રાખીને સત્ય શોધવાનું નક્કી કર્યું.

એક દિવસ, સુમંત મૂળગાવકર જ્યારે પરિસરની બહાર ગયા ત્યારે થોડા વરિષ્ઠ લોકો તેમની પાછળ પાછળ ગયા. પરંતુ ત્યાં તેમણે જે દ્રશ્ય જોયું એ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મૂળગાવકરે હાઈવે ધાબા પર તેમની કાર રોકીને ખાવાનું મંગાવ્યું અને પોતે ઢાબા પર ભોજન ખાતા ટ્રક ડ્રાઈવરોની સાથે બેઠા. તેમણે ડ્રાઈવરો સાથે ટ્રકમાં શું સારું અને શું ખરાબ હતું તેની ચર્ચા કરી, તેની નોંધ કરી અને ઓફિસમાં પાછા આવ્યા. સુમંત મૂળગાવકરે ડ્રાઈવરોના અનુભવોની આ માહિતીનો ઉપયોગ ટાટા ટ્રકની ડિઝાઇન સુધારવા માટે કર્યો.

ટાટા વ્હીકલને સુધારવા માટે સુમંત મૂળગાવકરનો આવો ઉત્સાહ હતો, આવી ફરજપરસ્તી હતી. તેમના વિઝન અને નિષ્ઠાએ ટાટા મોટર્સના R&D સ્કેલને નવી ઊંચાઈ બક્ષી છે.

એમની આ કર્તવ્યપરાયણતાના બદલામાં ટાટા સુમો બ્રાન્ડ- એ ટાટા કંપની દ્વારા ચૂકવવામાં આવેલી સૌથી મોટી કોર્પોરેટ શ્રદ્ધાંજલિ છે.

ટાટા સુમો બ્રાન્ડના નામમાં ‘સુ’ એટલે સુમંત અને ‘મો’ એટલે મૂળગાવકર. (Su stands for Sumant and ‘Mo’ stands for Moolgaokar).