CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 30, 2024

લગભગ 70 વર્ષ સુધી ચર્ચા વિવાદનો વિષય રહ્યું હતું વિનુ માંકડનું

જ્યારે વિનુ માંકડનું નામ લેવામાં આવે , ત્યારે ક્રિકેટ રસિકોને રન આઉટ કરવાની પ્રખ્યાત પધ્ધતિ ‘માંકડિંગ’ અચૂક યાદ આવી જાય . 1947-48 ના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન બીજી ટેસ્ટમાં જ્યારે વિનુભાઈએ બોલ ફેકતાં પહેલાં ક્રીઝ છોડી દેતા બિલ બ્રાઉનને એક વાર ચેતવ્યા છતાં તેમણે એ હરકત ચાલુ રાખી ત્યારે વિનુભાઈએ ક્રીઝ છોડી દેનારા બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. નિયમ મુજબ એ યોગ્ય જ હતું એમ ખુદ બ્રેડમેનએ કહ્યા છતાં મીડિયા એ આ રીતને ‘આઉટ બાય માકડિંગ’ તરીકે વર્ણવ્યું અને લગભગ 70 વર્ષ સુધી ચર્ચા/ વિવાદનો વિષય રહ્યું હતું.
12મી એપ્રિલ, 1917એ જામનગરના #નાગર કુટુંબમાં જન્મેલા મૂળવંતરાય હિંમતલાલ માંકડ પશ્ચિમ ભારતની લગભગ તમામ રાજયોની રણજી ટ્રોફી ટીમો તરફથી રણજી ટ્રોફી રમી ચૂકેલા ભારતીય ક્રિકેટ ટીમના 1950ના દાયકાના પ્રસિધ્ધ ઓલરાઉન્ડર હતા . 1946 થી 1959 સુધી તેઓ ટીમ ઈન્ડિયાના નિર્ણાયક ખેલાડી રહ્યા.
ઓપનિંગમાં પંકજ રોય સાથે 413 રનનો તેમનો રેકોર્ડ 52 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો. ભારતીય ક્રિકેટર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 231 રનનો સ્કોર રેકોર્ડ 1983માં સુનીલ ગાવસ્કરે તોડ્યો ત્યાં સુધી મહત્તમ રનનો રેકોર્ડ હતો. એક જ ટેસ્ટમાં 5 વિકેટ લેનાર અને સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર હતા.
ભારત સરકારે તેમને 1973 માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા અને મુંબઇના એક માર્ગનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવ્યું છે.
21 ઓગસ્ટ , 1978એ અવસાન પામનાર જામનગરના આ સપૂતના જન્મદિવસે
સ્મરણાંજલિ.