CATEGORIES

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
Saturday, July 27   11:07:56

Written by Dilip Mehta

કૃષિ મંત્રાલયના રિપોર્ટ મુજબ 2020-21 માં આપણે 133.5 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી , જેમાં 56% હિસ્સો તો પામ ઓઇલ નો હતો. વર્ષ પ્રતિ વર્ષ ખાદ્ય તેલની આ માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક પ્રોજેકટ બનાવ્યો છે. ઓઇલ પામની ખેતી માટેના આ મિશન પામ ઓઇલ પ્રોજેકટ માટે સરકારે 11,040 કરોડ રૂપિયા પણ ફાળવેલ છે. 22 રાજ્યોના 284 જિલ્લામાં આશરે 28 લાખ હેક્ટર જમીનમાં પામ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ સૂચિત યોજનાનો ઘણા બધા કૃષિ નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. આ બધા નિષ્ણાતોનું માનવું છે કે સરકારે વિદેશી વૃક્ષોને બદલે દેશી તેલ બિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ , અને એની ખેતી માટે વિચારવું જોઈએ. નિષ્ણાતો એ આ માટેના કારણો /સંશોધનો પણ રજૂ કર્યા છે.ઇંડિયન કાઉન્સીલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)દ્વારા થયેલ રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે દેશમાં ૨.૮ મિલિયન હેક્ટર્સ જમીન પામની ખેતી માટે લાયક છે, જેમાં ૦.૯ મિલિયન હેક્ટર્સ જમીન ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આવેલી છે., પરંતુ એ જમીનનો ઉપયોગ નહીં કરવામાં આવે કારણકે ત્યાં વૃક્ષો ઉગેલા જ છે. ૨૦૨૫-26 સુધીમાં ઘરેલુ પામ ઓઇલ ઉત્પાદનને ત્રણ ગણું વધારવાનું લક્ષ્યાંક છે, જે ૧.૧ મિલિયન ટન હશે. આપણે મોટેભાગે મલેશિયા અને ઇંડોનેશિયાથી પામ ઓઇલ આયાત કરીએ છીએ. 94% તેલ તો આપણે ખાવામાં જ વાપરી નાખીએ છીએ !
11.040 કરોડની આ યોજનામાં રાજ્યએ 2,196 કરોડ ખર્ચવાના રહેશે. ઇકોલોજીને નુકશાન ન પહોંચે એ બાબત પર આ કૃષિ વૈજ્ઞાનિકો ભાર મૂકી રહ્યા છે.