એક લેખક તરીકેની ટ્વિન્કલની કેરિયર અને કરિશ્માનો આપણને પરિચય છે. બાળ ઉછેર /પેરન્ટીગ વિષે પણ એ સતત લખતી રહી છે. પોતાની એક આગવી લેખન શૈલી દવારા એણે પોતાનો એક વિશેષ વાચકવર્ગ ઉભો કર્યો છે.
૨૦૨૨માં ટ્વિન્કલ ઉચ્ચ અભ્યાસ કરવા માટે કટીબધ્ધ થાય છે અને ‘ફિક્શન રાઈટીંગ’માં માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરવા માટે યુકેની ગોલ્ડસ્મિથ યુનીવર્સીટીમાં એડમીશન મેળવે છે.
પોતાની પુત્રી નીતારા( નીત્રા) સાથે ત્યાં પુરા બે વર્ષ રહીને માસ્ટરડીગ્રી મેળવે છે. ૫૦ વર્ષે કોઈ મહિલા આમ પોસ્ટ ગ્રેજ્યુએટ બને, એ હવે કોઈ નવી વાત તો નથી જ.
૬૦ વર્ષની વયે પણ Ph.dની ડીગ્રી મેળવતા મેં ઘણા લોકોને જોયા છે. મૂળ વાત તમારી પેશન અને મજબુત મનોબળની છે. વાત પછી અભ્યાસની હોય કે સાહસની પરંતુ જો વ્યક્તિ એકવાર નક્કી કરી લે તો પછી એ એના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરૂર ઘણું બધું કરી છૂટે છે.
ટ્વિન્કલ કહે છે કે “ હું બે વર્ષ લંડનમાં રહી. એ માત્ર યુનીવર્સીટીમાં કોઈ લેસન્સ માટે જ નહીં, પરંતુ , મારા ત્યાંના વિદ્યાર્થીકાળ દરમ્યાન પણ હું જીવન વિષે ઘણું બધું શીખી.મને કલ્પના પણ નહોતી કે પચાસ વર્ષે અમારી કોઈ કોલેજ ગેંગ હશે પરંતુ આજે અમારી એક ગેંગ બની ચુકી છે!”
“ક્લાસ રૂમના તારા અનુભવોએ તને તારા બાળકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી?” આ પ્રશ્નના જવાબમાં એ કહે છે કે “ ના, ક્લાસ રૂમના એ અનુભવોએ કોઈ મદદ ના કરી. યુવાનોને કદાચ શિક્ષણની ખાસ મહત્તા નથી કારણકે એ લોકો એને સહજ સામાન્ય ગણી કાઢે છે. They take it for granted. એ લોકો હોમવર્ક અને એસાઈનમેન્ટ બાબતે ફરિયાદના સૂરો કાઢતા રહે છે , જયારે મને પ્રત્યેક એસાઈનમેન્ટની પ્રતીક્ષા રહે છે. ઉમરના આ પડાવે પણ હું કંઇક શીખવા માંગુ છું, પરંતુ એ લોકો માટે આ એક ‘ટાસ્ક’ છે. એટલે અમે સમાન પેજ પર નહોતા.
આજના ડીજીટલ યુગમાં જયારે બાળકો ( પુત્ર આરવ અને પુત્રી નીતારા)ને લેખન વાંચન બાબતે પ્રોત્સાહિત કરવાની વાત આવે છે ત્યારે ટ્વિન્કલ માત્ર ઉદાહરણમાં જ માને છે. એ કહે છે “ બાળકો પોતાના માતપિતા પાસેથી જ ઘણી બધી ટેવો શીખી લેતા હોય છે. તમે બાળકોને ફક્ત વાંચવાનું ન કહી શકો. હું અને મારી દીકરી એકીસાથે વાંચીએ છીએ. એ દસ પેજ વાંચે અને હું પણ દસ પેજ વાંચું, અને ત્યારબાદ અમે માર્જીનમાં એકબીજા માટે નોંધ લખતા હોઈએ છીએ. હું કદાચ કોઈ વાર રૂપક
(Metaphor)પ્રયોજું અને એને પુછુ પણખરી કે એણે એ ‘રૂપક’ વાંચ્યું અને એને સમજાયું કે નહીં. એને આ બધા પ્રયોગો ગમે છે.
આરવ હવે ૨૨ વર્ષનો થયો છે. એક પેરન્ટ તરીકેની મારી જોબ હવે મોટેભાગે પૂરી થઇ છે. આરવને હું જે કિતાબો વાંચું તેમાંની કેટલીક ગમે છે, પરંતુ મારી દીકરીને વાંચન વધુ પ્રિય છે.
પોતાના કટાક્ષયુક્ત અને છતાં હળવાફૂલ one liners દવારા લોકપ્રિય બનેલી આ લેખિકા જીવનની કપરી પરિસ્થિતિઓને પણ એટલી જ હળવાશથી લે છે.
પોતાના વિદ્યાર્થી કાળ વિષે વાત કરતા ટ્વિન્કલ જણાવે છે કે “ જયારે હું નાની હતી ત્યારે ખુબ અભ્યાસુ હતી. મને ભણવાનું ખુબ ગમતું. ગણિત અને વિજ્ઞાન મારા પ્રિય વિષયો હતા, અંગ્રેજી નહીં. લંડનમાં ફરી એક વાર સ્ટુડન્ટ બનવાનો અનુભવ એ એક જીવનપરિવર્તનનો અનુભવ હતો. “
જિંદગી કેવી રીતે જીવવી એ તમે નક્કી ન કરી શકો પરંતુ જીવનમાં કેટલાક સમાધાનો તમે જરૂર પસંદ કરી શકો.મેં માસ્ટર્સ પૂરું કર્યું એનો અર્થ એવો નથી કે હું હવે શીખવાનું બંધ કરી દઈશ. ફિલોસોફી કે ઓનલાઈન પર હું નવા નવા કોર્સ કરતી રહીશ,કારણકે હું માનું છું કે હજુ તો ઘણું બધું શીખવાનું છે. સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓની આસપાસ ઘેરાયેલા રહેવું એ સાચે જ અદભુત છે!”
More Stories
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી