CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 28, 2024

અરવિંદ આશ્રમ માં 50 વર્ષો સુધી સેવા આપનાર મહાન યોગી ચંપકલાલ ને વંદન

02 Feb 2023, Thursday

જાણીતી હસ્તીઓ …કવિઓ ,સાહિત્યકારો ,સંગીતકારો ,ચિત્રકારો,ફિલ્મના કલાકારો તથા દેશમાટે પોતાના પ્રાણની આહુતિ આપનારા મહામાનવો ની જન્મ જયંતિ કે પુણ્ય તિથીએ અહી એમને યથાશક્તિ અને યથામતિ હું શબ્દાંજલિ અર્પતો હોઉં છું, પરંતુ જીવન ભર જે એક યોગી-તપસ્વી ની માફક એક જ સ્થળે , શ્રી અરવિંદ આશ્રમમાં રહ્યા અને લગભગ પચાસ વર્ષ લગી પોતાના ગુરુ શ્રી અરવિંદ અને શ્રી માતાજીની સેવામાં સતત રહ્યા એ મહાન યોગી ચંપકલાલ ( પૂજ્ય દાદાજી ) નો આજે જન્મ દિવસ છે અને આજે હું જયારે એમને મનોમન વંદન કરું છું ત્યારે કશું પણ લખવા માટે હું અસમર્થ છું એવું લાગે છે. મારી પેઢીના સાધકોએ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના દર્શન નથી કર્યા ,પરંતુ સ્વયમ શ્રી અરવિંદે જેમને માટે ‘Demi God ‘ શબ્દ પ્રયોજીને જેમને ભેટ્યા તે ચંપકલાલજી વિષે કઈ પણ લખવાની મારી પાત્રતા ઘણી માર્યાદિત છે. તેઓ આજીવન મૌન રહ્યા.આજીવન -અડધી સદી સુધી માત્ર ફળાહાર જ લઈને યોગ સાધના કરી.
શ્રી માતાજી અને શ્રી અરવિંદ ની સેવા એ જ એમની સાધના બની રહી. જીવન માં ઘણા સંતો , મહંતો , યોગ ગુરુઓના સંપર્કમાં આવવાનું મને સદભાગ્ય મળ્યું છે , પરંતુ ચંપકલાલ જેવા યોગી હજુ મેં જોયા નથી. કોઈની પણ સાથે કોઈની તુલના કરવાનો પ્રશ્ન જ નથી .આ મારી અંગત લાગણી છે. આવા મહાન યોગીના જીવન અને દર્શન દ્વારા હું ‘શરણાગતિ-સમર્પણ’ જેવા શબ્દો ને મારા જીવન માં કેમ ચરિતાર્થ કરી શકાય એ શીખી રહ્યો છું. બધા જ તર્કો-વિતર્કો , સમજણ , જ્ઞાન ,અજ્ઞાન ને દિવ્ય શક્તિને સમર્પિત થાય ત્યારે જ સાધક કંઇક પામે છે એટલી મને સમજણ આપનાર પૂજ્ય દાદાજીને મારા શત શત વંદન !
એમના જીવન અને કવન વિષે અનેક મહાન સાધકોએ ઘણું લખ્યું છે .શ્રી અરવિંદ નિવાસ , દાંડિયા બજાર માં એમના વિષે લખાયેલ પુસ્તકો પ્રાપ્ય છે.

લેખક: દિલીપ એન મહેતા