CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 1, 2024

Life, Love and Longing:એક ચિત્રકારની જિંદગી, ઝંખના અને તપસ્યાને દર્શાવતા ચિત્રો

20 Feb 2023, Monday

લેખક: દિલીપ એન મહેતા

ઘણા વર્ષો પહેલા, આર્ટીસ્ટ લલીતા લાઝમી, એ સમયે જયારે તે બે સંતાનોની માતા અને એક શિક્ષક હતી, ત્યારે ફક્ત રાત્રે જ પોતાની કળા માટે સમય ફાળવી શકતી હતી.
સમગ્ર પરિવાર જયારે ગાઢનિંદ્રામાં હોય ત્યારે ઝાંખા પ્રકાશમાં તૈલ ચિત્રો દોરવાનું કઠીન હતું, એટલે લલિતાને ના છૂટકે પ્રિન્ટ મેકિંગ, અને એચિંગ (etching)તરફ ઝૂકવાની ફરજ પડી. પરંતુ , વર્ષો બાદ ઓઈલ પેઈન્ટિંગનું અન્વેષણ કરવાની એની અભીપ્સા સાકાર થઇ.
કોવીડ મહામારીને લીધે લલીતા એના અંધેરીમાં આવેલ બિલ્ડીંગના ગેરેજ -કમ –સ્ટુડિયોની મુલાકાત ન લઇ શકી. એ સમયે લાઝ્મીને એના ઘરમાંથી જ બે રોલ મળી ગયા. બસ, લાઝમીએ એ સમયગાળામાં GRISAILLE અને SEPIA ટેકનીક વડે એના પર ફેમીલી, સંબંધો અને નેચર વિષયક ARTISTIC IMPRESSIONS સર્જી દીધી !
આ ચિત્ર શ્રુંખલાને લલીતાએ શિર્ષક આપ્યું Memory Rolls. કલ્પનાના રંગોની છાંટથી સર્જાયેલ આત્મકથાત્મક આ ચિત્રોના પ્રદર્શન (introspective) ‘The Mind’s cupboard’ ને ૧૨ જાન્યુઆરીથી મુંબઈની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં ખુલ્લું મુકવામાં આવેલું છે.
આ પ્રદર્શનના એકાદ મહિના બાદ જ ૯૦ વર્ષીય લલીતાનું વૃદ્ધાવસ્થાને લીધે અવસાન થયું છે. વ્યકિતગત કરુણાંતિકાઓથી લઈને આર્થીક તંગી, એકલતા જેવા અનેક પડકારો સામે સંઘર્ષ કરીને જીવનના આખરી દિવસો સુધી તે કલાની સાધના કરતી રહી.
કવિ પિતા અને બહુવિધ ભાષા શાસ્ત્રી માતાને ત્યાં કલકતામાં લાલીતાનો જન્મ થયો. વર્ષ હતું ૧૯૩૨. થોડા વર્ષો બાદ એનો પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું જ્યાં એના મોટાભાઈ ગુરુદત્તને ફિલ્મમેકર તરીકે ખુબ સફળતા મળી. ખુબ નાની વયથી જ લાઝમીમાં ચિત્ર કલા પ્રત્યેશ અપાર આકર્ષણ હતું જ, પરંતુ કલાકાર બનવાની એની ઝંખના અને મહત્વાકાંક્ષાએ એક જુદો જ વળાંક લીધો. માત્ર ૧૭ વર્ષની વયે એક મર્ચન્ટ નેવીના કપ્તાન ગોપી લાઝમી જોડે એના વિવાહ થયા. પુત્રી કલ્પના અને પુત્ર દેવદાસના જન્મ બાદ સમયાંતરે એ કલા પ્રત્યે વળી. ૧૯૬૦માં પ્રોગ્રેસીવ આર્ટીસ્ટસ ગ્રુપ દ્વારા આયોજિત એક ચિત્ર પ્રદર્શનમાં ભાગ લેવાનું એને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એ ઘટના લાઝમી માટે ખુબ જ પ્રેરક બની રહી.એ જ સમયગાળામાં એને એના માર્ગદર્શક કે એચ એરા (KH Ara)નું માર્ગદર્શન મળ્યું અને એક વર્ષ બાદ એના ચિત્રોનું એક પ્રદર્શન પણ યોજાયું. સરકારી ફંડ મળતા લલિતાએ ૧૯૭૩થી૧૯૭૬ સુધી સર જે જે સ્કુલ ઓફ આર્ટ સંચાલિત ચિત્રકલાના વિવિધ સંધ્યાવર્ગોમાં જવાનું શરુ કર્યું. ત્રણ વર્ષની આ કલા સાધનાએ એને પોતાના કિચનમાં એક પ્રેસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી.એ ઘટનાને યાદ કરતા લાઝમીએ કહેલું કે “ સંસ્કૃતિ મંત્રાલય દવારા મળેલી ગ્રાન્ટનો મેં એક પ્રિન્ટર ખરીદવામાં ઉપયોગ કર્યો” ’RETROSPECTICE’ નું પ્રદર્શન યોજવાનું એનું એક પ્રલંબ સ્વપ્ન હતું પરંતુ મહામારીને લીધે એ સ્વપ્ન વિલંબિત થતા એ થોડી ખિન્ન હતી.
મોટાભાઈ ગુરુદત્ત, ભાભી ગીતા દત્ત, પિતરાઈ શ્યામ બેનેગલ અને પુત્રી કલ્પના જેવી સર્જક પ્રતિભાઓની વચ્ચે હોવા છતાં લાલીતા માટે પૂર્ણ સમય માટે કલાની સાધના કરવાનું સરળ નહોતું. “ ઘરના બધા જ સભ્યો ઊંઘી ગયા હોયત્યારે જ હું પ્રિન્ટમેકિંગની પ્રેક્ટીસ કરતી. લગભગ બે દાયકા સુધી, મેં પુરતી ઊંઘ ન લીધી કારણકે મારે ટીચિંગજોબ અને આર્ટ મેકિંગ વચ્ચે બેલેન્સ જાળવવાનુ હતું”. લાઝમી કહે છે. લાઝ્મીના RETROSPECTIVEના સંગ્રાહક સુમેશ શર્મા જણાવે છે કે “ લલીતા લાઝમી એની પેઢીના બહુ જ થોડા પ્રિન્ટ મેકર્સમાની એક હતી. એ નામો હતા ઝરીના હાશ્મી, અનુપમ સુદ અને એક સ્વયં લલીતા!
રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય મહિલા ચિત્રકારોએ પોતાના ચિત્રો (ETCHING)ના વિષય તરીકે સ્વયં જિંદગીને જ પસંદ કરી!
લલીતાના પ્રથમ સોલો પ્રદર્શનમાં લેન્ડસ્કેપ્સ, સ્ટીલ લાઈફ, નગ્નતા વિષયક, ચિત્રોનો સમાવેશ હતો. આ બધામાં કેટલાક તૈલચિત્રો હતા અને pastels પણ હતા.” હું કોઈ પ્રશિક્ષિત આર્ટીસ્ટ નહોતી , એટલે મારી કલામાં મને દિશાભાન નહોતું. મને મારી ખુદની અભિવ્યક્તિ મેળવવામાં , ચિત્રકાર તરીકેની મારી ઓળખ પ્રાપ્ત કરવામાં મને લગભગ બે દસકનો સમય લાગેલો”.
પરિવાર, મૃત્યુ, મહોરાં અને રીયાલીઝમ જેવી થીમ પર કામ કરતા મુંબઈના એક ચિત્રકાર સાચું જ કહે છે કે “કલાના/અભિવ્યક્તિના બીજા ક્ષેત્રો, જેમ કે સાહિત્ય હોય કે પછી સિનેમા હોય, એક આર્ટીસ્ટને પોતીકા સર્જન સુધી પહોંચવામાં ખાસ્સો સમય લાગે છે”. ( દોસ્તો, કોપી પેસ્ટ યુગમાં આ વાત કેટલી મહત્વની છે!)
શર્માને લલીતા આઝમીની કલામાં જે પ્રભાવક બાબત લાગી,એ બાબત એટલે લાઝમીની સુસંગતા-consistency!
લલીતાના ચિત્રોને ‘આત્મકથાત્મક’ તરીકે ગણાવીને શર્મા કહે છેકે “ લલિતાએ આ જીવન એકલતા સામે જે યુધ્ધ કર્યું, એ બધી ઈમોશન્સ એની પ્રિન્ટમાં જોવા મળે છે”
૧૯૮૬માં લખાયેલા એક નિબંધમાં કવિ આદિજુસ્સાવાલા લખે છે કે “ ‘પરિવાર’ એ લાઝમીની મુખ્ય થીમ બની રહી. જો ચિત્રો કોઈ પરિવારની વિશેષ સ્મૃતિઓ આધારિત હોય તો એ સ્મૃતિઓ કલાકારને મુક્ત કરવા માટે નથી વપરાતી. તેમ છતાં, લાઝમી એ બધી સ્મૃતિઓને UNFAKED મોમેન્ટસ / મેમરીઝ દવારા રજુ કરવા માટે કૃતનિશ્ચયી હતી!
Rooms Unlocked by views, Lalita Lazmi :Prints1985-1995 શિર્ષક અંતર્ગત લખાયેલા એક નિબંધમાં આર્ટ વિવેચક રંજીતહોસ્કોટે લખે છે કે “ ૧૯૬૦ના એના પ્રથમ જ ચિત્ર પ્રદર્શનથી લાઝમીએ એના ચિત્રમાં ગહનતા, insight, અને પ્રવાહિતા પ્રાપ્ત કરેલી છે”.પારિવારિક રાજકારણ , વ્યક્તિગત સંઘર્ષ, દ્વંદ્વ, એક મહિલાઓ સાથેના અન્યના વ્યવહારો વગેરેનું અદભુત ચિત્રણ જોવા મળે છે. એમના પરિવાર ના સભ્યોના આકસ્મિક મૃત્યુ અને એકલતાથી ક્ષુબ્ધ આ ચિત્રકારના ચિત્રોમાં એક પ્રકારનું ખુલ્લાંપણું (Bleakness)જોવા મળે છે. પુત્રી કલ્પનાના મૃત્યુ બાદ સર્જાયેલા ચિત્રો (૨૦૧૮)માં એની એકલતા વિશેષ પડઘાય છે. “ એકલતા સાથે જીવવાનું કેટલું અઘરું છે?હું મારા પરિવારનો અભાવ મને ડંખે છે.ઘણા બધા સ્વજનો હવે ખુબ દૂર વસે છે. લલીતા કહે છે. ચાલીસ વર્ષ પહેલા દક્ષિણ મુંબઈ માં જયારે એ રહેતી હતી ત્યારે ગેલેરીની અવાર નવાર મુલાકાતો થતી, અન્યસાંસ્કૃતિક પ્રવૃતિઓમાં એ નિયમિત ભાગ લેતી. હવે પરાં વિસ્તારમાં આવ્યા બાદ એ બધું ભૂતકાળ બની ગયેલું છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રત્યેક સાંજે એ ગીતા દત્તના અથવા તો એના ભાઈની ફિલ્મોંના ગીતો સાંભળતી રહી. આ retrospective કદાપિ નહિ થાકેલા કે હારેલા, અડગ મનના એક સમર્પિત કલાકારના પ્રભાવક શરીરની ‘ઉજવણી’ છે. કલાકાર કોઈ દિવસ મરતો નથી, એ તો એના સર્જનો દ્વારા અમર હોય છે.
લલીતા લાજમી ( 17 OCTOBER 1932-13 FEB 2023)ને હાર્દિક શ્રધાંજલિ.