CATEGORIES

December 2023
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
December 3, 2023

આજે દેશ ભગત સિંહ, રાજ્યગુરુ, અને સુખદેવ ની શહાદત ની યાદ માં શહીદ દિવસ માનવી રહ્યો છે

23 Mar. Vadodara: અહિંસા અને સત્ય ના શસ્ત્રો સાથે મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવી પરંતુ આ આઝાદી માટે અનેકો નામી બેનામી શહીદો એ પોતાની જાતનું બલિદાન આપ્યું છે. એવા જ શહીદોમાં નામ છે. ભગતસિંહ, સુખદેવ, અને રાજ્યગુરુ ના. ત્રણેય ક્રાંતિવીરોની યાદ માં આજ નો દિવસ શહીદ દિન તરીકે મનાવાય છે.

ઇસવી સન ૧૯૦૭ માં પંજાબના એક દેશભક્ત પરિવારમાં ભગતસિંહ નો જન્મ થયો. દેશની સ્વતંત્રતા ની રાહમાં જાંફેસાની નો નિર્ણય કરનાર ભગત સિંહે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. ૧૯૨૬માં તેમણે કુંદનલાલ અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને કાકોરી કાંડ ના રાજનીતિક કેદીઓને છોડાવવા માટે યોજના બનાવી. દેશપ્રેમની લલક માં તેમણે હિંસાનો માર્ગ લીધો ,અને ૧૯૨૯ની ૮મી એપ્રિલે દિલ્હીની ઉચ્ચ ધારાસભા હોલમા’ ઇન્કલાબ જિંદાબાદ ‘ના સૂત્રોચાર સાથે બોમ્બ ધડાકો કર્યો,અને ક્રાંતિના પરચા હવામાં ઉડાડ્યા.આ ધડાકા થી બ્રિટિશ સરકાર હલી ગઈ.

ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ત્રણેયની આ ગુના માટે ધરપકડ થઈ, અને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ તેઓની ફાંસીની સજા થઈ .

હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી ના સ્થાપક વીર ભગતસિંહ હતા.તેમની અને સુખદેવ, રાજગુરુની યાદમાં આજે મનાવાતા શહીદ દિન પર તેઓ ને શત શત નમન .