CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Monday, February 24   3:57:19

એવું ગામ જ્યાં મરવાની મનાઈ અને યમરાજને ‘નો એન્ટ્રી’

આજે એક એવા ગામ વિશે વાંચ્યું જે ગામમાં સરકારે મરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અહીં મૃત્યુ પામવાની મનાઈ છે અને યમરાજ માટે ‘નો એન્ટ્રી’ છે.

આટલું વાંચી નવાઈ લાગશે પણ આ હકીકત છે. ચાલો જાણીએ આવું કેમ છે?- નોર્વેના લોંગયરબાયન (Longyearbyen) શહેરની આ વાત છે. દુનિયાના ઉત્તર છેવાડાનું આ સૌથી છેલ્લું નગર છે. આ શહેર આખું વર્ષ ગજબ ઠંડું રહે છે. અહીંયા બારે મહિના લોકો સ્વેટર પહેરેલા જ જોવા મળે. આ એવું ગામ છે જ્યાં મેથી જુલાઈ મહિના સુધી સૂરજ ડૂબતો નથી. કેટલાક મહિનાઓમાં તો અહીંયા લોહી થીજી જાય એવી ઠંડી હોય છે.આવું ડીપ ફ્રીઝર જેવું વાતાવરણ હોય ત્યાં મૃત્યુ પછી શબ ડીકમ્પોઝ કેવી રીતે થાય?

આ પણ વાંચો સિલ્વર સ્ક્રીન પર ‘કોમનમેન’ને જીવંત કરનાર ફારુક શેખની આજે પુણ્યતિથી

અહેવાલો કહે છે કે, અહીં છેલ્લું મોત 1918 માં થયું હતું. પછીથી આજ સુધી અહીં કોઈ મૃત્યુ પામ્યું નથી. જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે, કોઈને મૃત્યુ પામવા દેવાયા નથી. યમરાજના લિસ્ટમાંથી જ આ ગામનું નામ જાણે કે ભૂંસી દેવાયું છે. એનું કારણ એ છે કે 1918 માં ઈંફ્લુએન્ઝાથી મૃત્યુ પામેલ વ્યક્તિના શબને ત્યાં દફનાવાયું હતું, પણ એ મૃતદેહ હજુ સુધી ડીકમ્પોઝ થયો નથી એટલું જ નહીં એમાં મોજુદ બેક્ટેરિયા પણ હજુ જીવીત જ છે.

આ પણ વાંચો – જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે

આ પણ વાંચો – પંજાબમાં અનોખી અગાસીની પાણી ટાંકીઓ

મૃત્યુ તો પ્રકૃતિ છે, એના પર કોઈનો અંકુશ નથી છતાં અહીંની સરકારે મરનારાઓ માટે એક વ્યવસ્થા ગોઠવી છે. એ વ્યવસ્થા મુજબ જ્યારે કોઈ મરવાનું થાય તો એને હેલિકોપ્ટરથી બીજી જગ્યાએ મોકલી દેવાય છે અને ત્યાં જ એના અંતિમ સંસ્કાર કરી દેવાય છે. આવું એટલા માટે શક્ય છે કે, આ ગામની વસ્તી માત્ર 2000 ની જ છે.