CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 16   12:07:46

સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો

ના,ના… એ શેરીનું નામ મહોબ્બત મહોલ્લો નથી, નામ તો એનું કાછિયા શેરી છે, પણ અહીં ઘરે ઘરે પ્રેમ કહાની પાંગરી છે, એટલે એ આ નામે ઓળખાય છે.
ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું મળે તો દીકરીઓ ખુશ થઈ જાય પણ અહીં તો મોટાભાગની કન્યાઓને એક જ શેરીમાં સાસરુંને પિયર બંને છે.
શ્રી કણબી કાછિયા સમાજની વસ્તી લગભગ 1800 થી 2000 લોકોની, એટલે કે આખી જ્ઞાતિમાં ગણીને 327 કુટુંબો! એમાંથી 70 કુટુંબ તો આ શેરીમાં રહે છે. આ 70 માંથી 48 કુટુંબોમાં અંદરોઅંદર લવ મેરેજ થયાં છે. પાડોશીની સાથે કુટુંબ જેવો વ્યવહાર હોય એવું તો સાંભળ્યું છે પણ અહીંના મોટાભાગના પાડોશીઓ વચ્ચે વેવાઈ – વેલાનો સંબંધ છે. વાટકી વ્યવહાર અહીં પાડોશીઓ વચ્ચે નહીં, વેવાઈઓ વચ્ચે ચાલે છે😂.
એક વડીલ કહે છે કે, અમારી શેરીમાં અંદરોઅંદર લવમેરેજની પરંપરા વડવાઓના સમયથી ચાલે છે. એનો ફાયદો એ છે કે, છૂટાછેડાનો રેશિયો અહીં શૂન્ય છે. નાનામોટા કૌટુંબિક અણબનાવો થાય તો વડીલો એનું સમાધાન લાવે છે.
સુરત જવાનું થાય તો અચૂક આ શેરીની મુલાકાત લેજો , કેટલીય પ્રેમકહાનીઓ તમારી રાહ જોઈ રહી છે.