CATEGORIES

December 2023
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
December 2, 2023

87 વર્ષ ના ઇતિહાસ માં પહેલી વાર નહિ રમાય રણજી ટ્રોફી

01 Feb. Vadodara: કોરોના ના કારણે ઘણી રમતો રદ્દ કરવામાં આવી છે, જે અંતર્ગત 87વર્ષ ના ઈતિહાસ માં પહેલી વખત રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે.

કોરોના ના કારણે બીસીસીઆઇએ લગભગ તમામ પ્રાદેશિક ક્રિકેટ એસોસિએશન ની વિનંતી ને માન્ય રાખી રણજી ટ્રોફી નું આયોજન 87 વર્ષ ના ઈતિહાસ મા પહેલી વખત રદ્દ કરવામાં આવ્યું છે.જો કે તેના બદલે વિજય હજારે ટ્રોફી રમવાની માન્યતા આપી છે,તેમજ અંડર 19 વિનું માંકડ ટુર્નામેન્ટ અને સિનિયર નેશનલ વિમેન વન ડે ક્રિકેટ ની 50 ઓવર ની ટુર્નામેન્ટ રમવાની પણ મંજૂરી આપી છે.

રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રદ્દ કરવા નું કારણ ,આ ટુર્નામેન્ટ રમાડવા માટે બે મહિનાનું બાયોબબલ રાખવું પડે એમ હતું, જે લગભગ અશક્ય જેવું છે.આ આયોજન રદ્દ થતા ખેલાડીઓ ને મેચ ફી ન મળતા જે આર્થિક નુકસાન થશે તેની ભરપાઈ કરવામાં આવશે.