જામ રણજીતસિંહજીની પાઘડીની કલગીમાં સને 1934માં કાર્ટિયરે આકર્ષક 61.50 કેરેટ (12.3 ગ્રામ)નો વ્હિસ્કી રંગનો હીરો The Eye of the Tiger બેસાડ્યો હતો.
નવાનગરના મહારાજા જામસાહેબ તેમના જ્વેલરી કલેક્શન માટે જાણીતા હતા. જેક કાર્ટિયરના જણાવ્યા મુજબ એમનો રત્ન સંગ્રહ “જથ્થામાં નહીં, તો ગુણવત્તામાં ચોક્કસપણે ” વિશ્વમાં બેજોડ હતો.
પણ આ રત્નને ‘વાઘની આંખ’ કેમ કહેવાય છે ?? પૃથ્વી પરના તમામ પ્રાણીઓમાંથી વાઘ આકર્ષક, શક્તિશાળી, ઝડપી અને વિકરાળ પ્રાણીઓમાંનું એક છે. જંગલના આ જાજરમાન જાનવરનું સૌથી આકર્ષક અંગ તેની આંખ છે. એ જ રીતે આ પ્રકારનો હીરો સૌનું ધ્યાન આકર્ષિત કરે છે અને શક્તિ દર્શાવે છે. તેની આકર્ષક, રેશમી ચમક અને સોનેરી રંગ એવી અનુભૂતિ કરાવે છે કે જાણે તમે જંગલમાં બંગાળ ટાઈગરની આંખ જોઈ રહ્યા છો. પ્રાચીન ચાઇનીઝ દંતકથાઓ દાવો કરે છે કે ટાઇગર્સ આઇની પોતાની વિશિષ્ટ શક્તિઓ અને હીલિંગ ગુણો છે, જે તેના પહેરનારને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મદદ કરે છે.
ભારતીય મહારાજાઓના સંગ્રહોમાંના મોટાભાગના પ્રખ્યાત હીરા ગોલકોંડાની સુપ્રસિદ્ધ ખાણોમાંથી આવ્યા હતા, પરંતુ એક સમયે વિશ્વના સૌથી ધનિક માણસોમાંના એક ગણાતા નવાનગરના મહારાજાની પાઘડીનો આ હીરો દક્ષિણ આફ્રિકાની ઓરેન્જ નદીમાંથી મળી આવ્યો હતો.
મહારાજાએ તેને કાર્ટીયર પાસેથી ખરીદ્યો હતો અને કહેવાય છે કે તે હજુ પણ તેના ઉત્કૃષ્ટ મૂળ પ્લેટિનમ સેટિંગમાં છે.
આ ખૂબ જ સુંદર ઝવેરાતની ખાસિયત એ છે કે પાઘડીના આ આભૂષણને ક્લિપ બ્રોચમાં પરિવર્તિત કરી શકાય છે. હીરા સાથેનું સેટિંગ બ્રોચમાંથી કાઢીને અન્ય ઝવેરાતમાં સેટ કરી શકાય છે એટલું જ નહીં તેનું સેટિંગ અન-ક્લિપ થઈ શકે છે એટલેકે હીરાને સંપૂર્ણપણે ઝવેરાતમાંથી મુક્ત કરી શકાય છે.
મહારાજાએ પાઘડીનું આ આભૂષણ શુદ્ધ સફેદ પીંછાની કલગી સાથે પહેર્યું હતું.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?