CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 15   11:20:21

કોણ છે 𝑪𝒚𝒄𝒍𝒐𝒏𝒆 𝒎𝒂𝒏 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂?

1971 માં ભારતના પૂર્વ કિનારે એક ઉગ્ર વાવાઝોડું ત્રાટક્યું હતું. તેણે ઓડિશાના દરિયાકાંઠાના ગામોમાં વ્યાપક વિનાશ સર્જ્યો હતો. અનેક ગામડાઓમાં જનજીવન થંભી ગયું હતું. આવા એક અંતરિયાળ ગામમાં વૃક્ષો ધરાશાયી થયા, ઘરોને નુકસાન થયું અને પાકનો સર્વનાશ થઈ ગયો. આ ગામના એક છ વર્ષના છોકરાના મન પર આ ઘટનાની કાયમી છાપ પડી . આ છોકરાને, તેના પરિવારને અને આખા ગામને એક વર્ષથી વધુ સમય સુધી તેમના મુખ્ય ખોરાક – ચોખા – વિના જીવવું પડ્યું કારણ કે ચોખાનો તમામ પાક નષ્ટ થઈ ગયો હતો. એ બધાને રાહત સામગ્રી તરીકે પૂરા પાડવામાં આવતા ઘઉં પર નિર્ભર રહેવું પડયું હતું. કુદરતના પ્રકોપથી આઘાત પામેલા આ બાળકે સંકલ્પ કર્યો કે એક દિવસ તે વાવાઝોડાંને ‘કાબૂ’ કરશે અને લોકોના જીવન બચાવશે. મોટા થઈને તેણે આ સંકલ્પ પૂરો કર્યો.

આ વાત ડૉ. મૃત્યુંજય મહાપાત્રાની છે. જેઓ 1999માં ઓરિસ્સાના દરિયાકાંઠે આવેલા વિકરાળ ચક્રવાતી વાવાઝોડા ‘ફેલિન’ના માર્ગની સચોટ આગાહી કરવા બદલ ‘ભારતના સાયક્લોન મેન’ ??????? ??? ?? ????? તરીકે જાણીતા છે. આ વાવાઝોડા વખતે સચોટ આગાહી અને સ્થાનિક સત્તાવાળાઓ અને લોકોના સમયસર પગલાંએ હજારો લોકોના જીવ બચાવ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા પણ તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગ, નવી દિલ્હીમાં ચક્રવાત વિભાગના વડા તરીકે મહાપાત્રાએ ચાલીસથી વધુ ચક્રવાત જોયા છે. તે કહે છે, “મારી જવાબદારી સહકર્મીઓને પ્રોત્સાહિત કરવાની છે અને જાન-માલનું નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કરવાની છે.”

મહાપાત્રા કહે છે કે “હવામાનનો ફેરફાર પૂર્ણ ચંદ્ર જેવી ખગોળીય ઘટનાઓ અથવા ગ્રહણ જેવી જટિલ ઘટનાઓથી બહુ જ જુદી વાત છે. વાવાઝોડું એના પ્રારંભની પરિસ્થિતિઓ પર ખૂબ આધાર રાખે છે અને તેથી પ્રારંભિક સ્થિતિને શક્ય તેટલી ચોક્કસ રીતે જાણવાથી વધુ સાચી આગાહી કરવામાં મદદ મળે છે.”

મહાપાત્રા કહે છે કે, “હવે આપણે વાવાઝોડાનો વિસ્તાર, સમય અને લેન્ડફોલનું બિંદુ, પવનનો વેગ અને સમુદ્રના મોજાંની ઊંચાઈની આગાહી પાંચ દિવસ અગાઉ કરી શકીએ છીએ.” સચોટ અને સમયસરની આગાહીથી સત્તાવાળાઓ સંભવિત જોખમી વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢી શકે છે અને જાનહાનિ ઘટાડી શકાય છે.

મહાપાત્રા 1992 માં IMD માં જોડાયા અને 1999 નું સુપર સાયક્લોન જેણે 15,000 માનવજીવોનો ભોગ લીધો હતો ત્યારે ઓડિશામાં કામ કરી રહ્યા હતા. તે સમયે માત્ર 24-કલાક પૂર્વે જ આગાહી થઈ શકતી. આ સમય જાનહાનિ રોકવા માટે પૂરતો નહોતો અને તેથી મહાપાત્રા કે અન્ય કોઈ વાવાઝોડાંથી થયેલી આ તબાહીને રોકવા કંઈ કરી શક્યા ન હતા. આ દુર્ઘટનાના પરિણામે IMD એ વાવાઝોડાં અને સુનામી જેવી કુદરતી આફતોની આગાહી કરવા અને સાવચેતીનાં પગલાં લેવા માટે સત્તાધીશોને સચોટ અને વિશ્વસનીય આગોતરી માહિતી પૂરી પાડવા માટે હવામાનની આગાહીના આધુનિકીકરણની શરૂઆત કરી. મહાપાત્રાને 2002માં દિલ્હી ખસેડવામાં આવ્યા અને આધુનિકીકરણની દેખરેખ રાખવા માટેની જવાબદારી સોંપાઈ.

ભૌતિકશાસ્ત્રમાં પીએચડી થયેલા મહાપાત્રાએ વાતાવરણીય વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના સંશોધન અને સેવા માટે IMD તરફથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ અને એચિવર્સ એવોર્ડ સહિત ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે.

આજે ત્રણ અત્યાધુનિક ભારતીય ઉપગ્રહો સતત ભારત અને આસપાસના વિસ્તારો પર નજર રાખે છે અને દર પંદર મિનિટે હવામાનનું ચિત્ર આપે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તારની રચના પર સતત નજર રાખવા માટે 24 ડોપ્લર રડાર પહેલેથી જ સ્થાપિત કરવામાં આવ્યા છે. 6075 સ્વચાલિત અને 550 પાંચસો પચાસ માનવ સંચાલિત હવામાન સ્ટેશનો અને વીસ સમુદ્રી બોયા વાવાઝોડાની અસરકારક આગાહીમાં મદદ કરે છે.

આ પણ વાંચો  જેમની ગઝલો સડકથી સંસદ અને સ્કૂલથી સિનેમા સુધી ગુંજે છે એવા કવિ દુષ્યંતકુમાર : આજે એમની પુણ્યતિથી

2013માં જ્યારે ચક્રવાત ફાઈલીન ભારતના પૂર્વ કિનારે ત્રાટક્યું હતું, ત્યારે ડૉ. મહાપાત્રા અને તેમની ટીમ લેન્ડફોલના બિંદુ, પવનની ગતિ અને તરંગોની ઊંચાઈની આગાહી કરવામાં સક્ષમ હતી. IMD તરફથી સમયસર અને સચોટ ઇનપુટ્સ સાથે સત્તાધીશોએ વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં 10 લાખ લોકોને સ્થળાંતર કર્યા. વહેલા અને સમયસર પગલાં લેવાને કારણે માત્ર વીસ જીવો ગુમાવવા પડયા સામે પક્ષે હજારો જીવન બચાવી શકાયા હતાં.

આ પણ વાંચો –  સિલ્વર સ્ક્રીન પર ‘કોમનમેન’ને જીવંત કરનાર ફારુક શેખની આજે પુણ્યતિથી

આ સિવાય પણ તેમની ટીમ દ્વારા ફેલિન, હુડહુડ અને વરદા વાવાઝોડા માટેની અસરકારક પ્રારંભિક ચેતવણીઓએ ઘણા લોકોના જીવ બચાવ્યા છે. તેમણે પોતાની ઓફીસમાં દેશના વિવિધ ભાગોમાં વાવાઝોડાથી થયેલ વિનાશના મોટા કદના ચિત્રો ચોંટાડ્યા છે અને કહે છે કે “અમે યાદ રાખવા માંગીએ છીએ કે અમારા સમયસર અને સંનિષ્ઠ પગલાંથી જીવન અને મૃત્યુ, બરબાદી અને બચાવ વચ્ચેની દિશા પસંદગી થશે.”