CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Friday, November 15   4:01:00

નું ટૂંકું રૂપ OMG આજે તો વોટ્સએપ/ ફેસબૂક પર બહુ પ્રચલિત છે

નું ટૂંકું રૂપ OMG આજે તો વોટ્સએપ/ ફેસબૂક પર બહુ પ્રચલિત છે. આપણને એવું જ માનવાનું મન થાય કે મોબાઈલ મેનિયાક યુવા પેઢીની આ શોધ હશે, પણ જાણો છો એનો પહેલી વાર ઉપયોગ કોણે અને ક્યારે કરેલો?

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન Lord Fisher નામના એડમિરલે તા. 09.09.1917 ના દિવસે વિન્સ્ટન ચર્ચિલને લખેલા પત્રમાં લખ્યું હતું, ‘I hear that a new order of Knighthood is on the tapis- O.M.G.- shower it on the Admiralty!’

( ચર્ચિલે કદાચ જવાબ આપ્યો હશે, ‘LOL’. ☺️?)

Lord Fisher ના આ પત્ર અને તેમાં લખેલા આ સંક્ષિપ્ત સ્વરૂપની ઘણા સમય સુધી કોઈએ નોંધ લીધી નહીં પરંતુ માર્ચ 2011માં ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિકસનેરીએ આ શબ્દ ઉમેરવા માટે જ્યારે શોધખોળ કરી ત્યારે ખબર પડી કે, એ તો 100 વર્ષ પહેલાં વપરાઈ ચૂકેલ છે.