CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   10:49:15

શેક્સપિયરના સાત શબ્દસમૂહો

રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દસમૂહો કોઈ પણ ભાષાનું ઘરેણું હોય છે.

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન સાહિત્યકાર છે, એમણે એમની કૃતિઓમાં કેટલાંક એવાં વાક્યો/શબ્દસમૂહો આપ્યા છે જે આજે આટલાં વર્ષે પણ ચલણી સિક્કાની જેમ વપરાઈ રહ્યાં છે.

ચાલો જોઈએ એવા સાત શબ્દસમૂહો (phrases)..

1. Green-eyed monster:

શેક્સપિયરે ‘Othello’ નાટકના ત્રીજા અંકના ત્રીજા દ્રશ્યમાં તેનો ઉપયોગ કરેલો- ઈર્ષાનું નિરૂપણ કરવા માટે તે આજે પણ વપરાય છે.

2. In a pickel :

કોઈ ખરાબ કે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જવું. ‘The Tempest’ ના પાંચમા અંકના પહેલા દ્રષ્યનું વાક્ય.

3. Salad days:

કોઈના યૌવન વિશે વાત કરતી વખતે આ વાક્ય વપરાય છે.

‘Antony and Cleopatra’ નાટકના પહેલા અંકના પાંચમા દ્રશ્યમાં આ વાક્ય પ્રયોજાયું હતું.

4. Wear my heart on my sleeves:

અર્થાત પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવી. ‘Othello’ના પહેલા અંકના પહેલા જ દ્રશ્યમાં આ વાક્ય વપરાયું છે.

5. Cruel to be kind:

દેખીતા નુકશાનમાં કોઈ ફાયદો હોય..’Hamlet’ના ત્રીજા અંકના ચોથા દ્રષ્યનો સંવાદ.

6. Wild goose chase:

અર્થહીન પ્રયાસ – ‘ Romeo and Juliet’ ના બીજા અંકના ચોથા દ્રશ્યમાં..

સાતમું અને છેલ્લું …

7. Love is blind :

કોઈના પ્રેમમાં એના દોષને નજરઅંદાજ કરવા..

‘The merchant of Venice’, ‘Henry V’ અને ‘The two gentlemen of Verona’માં વપરાયેલું વાક્ય…