ભારતમાં એવી સંખ્યાબંધ હસ્તકલા અને ધાતુકલાઓ છે , જેની આંતરરાષ્ટ્રિય કક્ષાએ નામના છે. આ યાદીમાં હવે વધુ એક કલાનો ઉમેરો થયો છે. ઓડીસાના કટકની Silver Filigree જેને રૂપા તારકાસીના નામે પણ ઓળખવામાં આવે છે તેને GI tag પ્રાપ્ત થતાં આ કળાને જીવતદાન મળી ગયું છે.
ઓરિયા ભાષામાં ગુજરાતીની જેમ જ તાર એટલે – તાર કે વાયર અને કાસી એટલે એનાથી બનાવાતી ડીઝાઈન કે કારીગરી. તારકાસી માટે ચાંદીની લગડીમાંથી જુદી જુદી જાડાઈના તાર અને પતરાં બનાવાય છે અને એનો ઉપયોગ કરીને બેનમૂન ઘરેણાં અને આકર્ષક શો-પીસ બનાવાય છે.
કટકમાં કે ઓરિસ્સામાં તારકાસીના ઉદભવ અંગે કોઈ ચોક્કસ જાણકારી મળતી નથી પણ, એટલું સાબિત થઈ ચુક્યું છે કે એનાં મૂળ 12મી સદી જેટલાં ઉંડાં તો છે જ ! આ કળાને મુગલ શાસકોએ પણ આશ્રય આપ્યો હતો. કટકની તારકાસીની બનાવટોની આકર્ષક અને ખુબ જ બારીક નકશીકામવાળી ડીઝાઈન અને Three dimensional look દુનિયાભરમાં એને સૌથી વિશિષ્ટ બનાવે છે.
કટકમાં બનતાં ઘરેણાઓમા દુર્ગપૂજા ‘મેઘા’ પ્રતિમા અને ‘દામા’ ચેઈન પ્રખ્યાત છે. આ કળાને GI tag એવા સમયે મળ્યો છે જ્યારે તે અંતિમ શ્વાસો લઈ રહી હતી.

More Stories
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો
700 વર્ષ જૂની ‘ટાંગલિયા કળા’ માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી સન્માન – જાણો આ અનોખી હસ્તકલા વિશે!
જાજરમાન જામનગરી વાનગી – ઘુટો