CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 16   5:17:25

શ્રી રામ નો પ્રાગટ્ય ઉત્સવ ,રામનવમી

21 એપ્રિલ 2021

 

ભગવાન શ્રી રામ ના ધરતી પર અવતરણ નું પર્વ એટલે રામનવમી.આજ ભગવાન શ્રી રામ ને યાદ કરી તેમનું જીવન કવન જીવન માં ઉતારવાનું પર્વ છે.

” ભયે પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યા હિતકારી,
હર્ષિત મહતારી મુનિ મન હારી,અદભૂત રૂપ બીચારી…..” અવધપુરીમાં માટે કૌશલ્યની કૂખે જન્મેલા ભગવાન શ્રી રામ ના જન્મ પર્વ ને આ રીતે તુલસીદાસજી વધાવે છે.રામાયણ ના બાલકાંડમાં ભગવાન ની બાળસહજ ક્રિયાઓનું તુલસીદાસે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. આજે તમામ રામ મંદિરો માં ભગવાન શ્રી રામ ની શોડશોપચાર થી પૂજા અર્ચના કરવામાં આવે છે.
અયોધ્યા ના રાજા દશરથ ને ત્રણ ત્રણ રાણીઓ હતી, છતાં શેર મારી ની ખોટ હતી.ત્યારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને યજ્ઞ બાદ મળેલું ફળ ત્રણે રાણીઓએ ગ્રહણ કર્યું.સૂર્યવંશ ના રાજા દશરથ સહિત પાછલી પેઢીના રાજાઓ એ પણ ખૂબ જ સત્કાર્યો કરેલા,તેથી આ પવિત્ર પરિવાર મા ભગવાન વિષ્ણુએ શ્રી રામ રૂપે જનમ લીધો,અને મર્યાદા પુરુષોત્તમ રૂપે લોકો ને પોતાના જીવન થકી જીવન જીવવાની રીત શીખવી.જો કે શ્રી રામ નું જીવન ઘણુજ કષ્ટમય રહ્યું. ૧૪ વર્ષના વનવાસ થી કષ્ટો ની શરૂઆત થઈ. સીતાહરણ,રાવણ વધ, વનવાસ પૂર્ણ થયા પછી પણ લોકો ની શંકા ને કારણે સીતા ત્યાગ,પુત્રો લવ કુશ થી દૂર થઈ જવું અને અંતે સીતાનો ધરતી પ્રવેશ……આ બધા પ્રસંગો શ્રી રામને દુઃખી જરૂર કરતાં પણ તેઓ તેમના રાજકાજ થી કદી વિચલિત નથી થયાં.
ભગવાન શ્રી રામને આજે યાદ કરી ,તેમનું ભક્તિ ભાવ થી પૂજન કરી જીવનમાં આવતા કષ્ટો ને સહીને પણ જીવન હસતા હસતા કેમ જીવાય તેની શીખ ભગવાન રામ આપે છે.