CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Wednesday, January 22   9:01:50

કાન ફેસ્ટીવલમાં આપણી ફિલ્મો

આશરે ત્રીસ વર્ષના પ્રલંબ સમયબાદ ભારતીય ફિલ્મ મેકર પાયલ કાપડિયાની ફિલ્મ ‘All We Imagine As Light’ને કાન ફેસ્ટીવલ ( ૨૦૨૪)માં ‘કોમ્પીટીશન’ કેટેગરીમાં નોમીનેશન મળેલું છે. આ ફેસ્ટીવલમાં આપવામાં આવતા સુપ્રસિદ્ધ એવોર્ડ Palm d’Or માટે આપણી આ ભારતીય ફિલ્મ આ વર્ષે Kinds of Kindness, Megalopolis, Oh Canada, Bird , The Shrouds અને Anora જેવી ફિલ્મો સાથે સ્પર્ધામાં ઉતરશે. કાન ફેસ્ટીવલના પ્રેસીડન્ટ દવારા પેરિસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉપરોક્ત ફિલ્મના નોમીનેશન અંગે જાહેરાત કરવામાં આવી.
ત્રીસેક વર્ષ પહેલા શાજી એન કરુન દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ ‘સ્વાહમ’( ૧૯૯૪ )ને ‘કોમ્પીટીશન’ કેટેગરીમાં નોમીનેશન મળેલું..
આ પહેલા, ૧૯૮૩માં કાન ફેસ્ટીવલમાં પ્રદર્શિત તમામ ફિલ્મોમાંથી, મૃણાલ સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ખારીજ’ને ‘સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ’ મળેલું.. મૃણાલ સેન ની આ ફિલ્મ પહેલા એમ એસ સત્યુની ‘ગરમ હવા’( ૧૯૭૪),સત્યજીત રાયની પારસ પથ્થર (૧૯૫૮), રાજકપૂરની આવારા( ૧૯૫૩ ),વી .શાંતારામની અમર ભોપાલી, (૧૯૫૨), અને ચેતન આનંદની નીચા નગર( ૧૯૪૬)ને ‘કોમ્પીટીશન’ સેગમેન્ટમાં સ્થાન મળેલું. કાન ફેસ્ટીવલમાં Palm d’Or એવોર્ડ પ્રાપ્ત કરનાર ‘નીચાનગર’ પ્રથમ ફિલ્મ છે.
આપણી ફિલ્મને આટલા લાંબા સમયબાદ મળેલ નોમીનેશનની ભલે આપણે ઉજવણી કરીએ ,પરંતુ ઘરઆંગણની અસંખ્ય ફિલ્મોને આપણે હજુ પણ વિશેષ માવજત દવારા કઈ રીતે બેહતર બનાવી શકીએ , એ વિચારવાની પણ આ એક ક્ષણ છે. વ્યાવસાયિક કરણ ના માહોલમાં પણ આપણે પરિશુદ્ધ આર્ટ ફિલ્મો કેમ નિર્માણ ન કરી શકીએ, એ વિચારવાની પણ આ એક ક્ષણ છે. ડાયનેમિક ગ્લોબલ માર્કેટના આ યુગમાં પ્રતિભાવંત ફિલ્મ પ્રોડ્યુસર્સની કોઈ કમી નથી પરંતુ એમને પણ સ્ટેટ પાસેથી ગ્રાન્ટ, સબસીડી, નાણાકીય સહાય , અને અન્ય સહાયતાઓની જરૂરત છે. આ માટેનું શ્રેષ્ઠ મોડેલ યુરોપીયન યુનિયનનો ક્રિએટીવ મીડિયા પ્રોગ્રામ છે કે જે ફિલ્મ નિર્માતાઓને ટ્રેનીંગથી લઈને અનેક પ્રકારની સહાય કરે છે. ગયા વર્ષે , આ પ્રોગ્રામ દવારાસહાય પામેલી ૧૪ ફિલ્મોએ કાન ફેસ્ટીવલમાં પ્રતિનિધિત્વ કરેલું જેમાં Anatomy of a fallનો પણ સમાવેશ છે. આ ફિલ્મને ગયા વર્ષે ‘પામ ડી’ઓર’ પ્રાપ્ત થયેલો.
૨૦૨૧માં પણ કાપડીયાની એક ફિલ્મ ‘A Night of Knowing Nothing’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી નું પ્રાઈઝ મળેલું. શૌનક સેનની ફિલ્મ All that breathsને પણ ૨૦૨૨માં બેસ્ટ ડોક્યુમેન્ટરીનું પ્રાઈઝ મળેલું. આપણી પાસે પ્રતિભાની કોઈ કમી નથી, બસ , એમને સપોર્ટ અને પ્રેરણાની જરૂર છે.