22 Feb. Vadodara: દાદરા નગર હવેલી ના સાંસદ મોહન ડેલકર નો મૃત દેહ મુંબઈની હોટલમાં મળી આવતા ખળભળાટ થઈ ગયો છે.
દાદરા નગરહવેલી ના સાંસદ મોહન ડેલકર હોટલમાં મૃત મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે .દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવમા આવેલી હોટેલમાં તેમનો મૃતદેહ પ્રાપ્ત થયો છે, અને સ્થળ પરથી સુસાઈડ નોટ પણ મળેલ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ આત્મહત્યાનો મામલો દેખાઈ રહ્યો છે ,પરંતુ પોલીસે હજુ આ વાતની પુષ્ટિ કરી નથી.
દીવ દમણ ના સાંસદ રહી ચૂક્યા અને દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર ૫૮ વર્ષના હતા .તેઓ અપક્ષ સાંસદ હતા. ૧૯૮૯થી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ,ભારતીય નવશક્તી પાર્ટી, સહિત અલગ અલગ પાર્ટીઓના તરફથી ચૂંટણી લડી ચૂકેલા મોહન ડેલકર 2009માં કોંગ્રેસ સાથે જોડાયા હતા .અને 2019 માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું . તેઓ છ વાર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતીમાં તેમને પસંદ કરવામાં આવ્યા હતા.
તેમણે શા માટે આત્મહત્યા કરવી પડી, તેની માહિતી તો સ્યુસૈડ નોટમાં શું લખ્યું છે, તે પરથી જ જાણી શકાશે .પરંતુ અત્યારે તો પોલીસ તેમની મુંબઈમાં વિઝિટ ની પણ માહિતી મેળવી રહી છે. 30- 30 વર્ષથી દાદરા નગર હવેલીમાં કામ કરનાર મોહન ડેલકર ના નિધનથી તેમના વિસ્તારમાં દુઃખ ભર્યું છે.
More Stories
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ