CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Monday, April 7   4:33:23

ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?

ડોક્યુમેન્ટરીઝમાં નાણારોકવા કોણ તૈયાર છે?
છેલ્લા થોડાક વર્ષોથી આપણી દસ્તાવેજી ફિલ્મોને વિશ્વવ્યાપી સન્માન મળી રહ્યું છે. ઓસ્કર થી લઈને BAFTA, SUNDANCE,અને કાન ફેસ્ટીવલ્સ જેવા ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આપણી ફિલ્મોની હાજરી નોંધનીય બની રહી છે.
આ વર્ષે આપણી બે ફિલ્મો એકેડેમી એવોર્ડના શોર્ટલીસ્ટમાં સ્થાન પામી છે. શૌનક સેનની All That Breaths અને કાર્તિકી ગોન્ઝ્લેવની Elephant Whispers.
આ ફિલ્મો ઉપરાંત સર્વનીક કૌરની Against The Tideને સંડન્સ ફિલ્મ ફેસ્ટીવલ( ૨૦૨૩)માં Verite film making કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે. આ વર્ષે આ કેટગરીમાં સ્પર્ધક તરીકે માત્ર આ જ એક ભારતીય ફિલ્મ સ્પર્ધામાં હતી.
ફિલ્મ મેકર્સના મંતવ્ય મુજબ, જયારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં આપણી ફિલ્મો વિષે ચર્ચા થાય છે, ત્યારે આપણી દસ્તાવેજી ફિલ્મો સ્પર્ધામાં અગ્રેસર હોય છે, અને નોમીનેશન્સ /એવોર્ડ પણ મેળવે છે, તેમ છતાં, કટુ સત્ય એ પણ છે કે, વૈશ્વિક સ્પર્ધામાંથી વિજેતા રૂપે મળેલી આ બધી ટ્રોફીઓનો તત્કાલ લાભ કંઈ પણ મળતો નથી,અને આ બધી દસ્તાવેજી ફિલ્મોને દેશમાં જરૂરી સપોર્ટ પણ મળતો નથી.
ફિલ્મ મેકર્સ કહે છે કે ભારતીય દસ્તાવેજી ફિલ્મો હવે નિયમિત રીતે ઇન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, પરંતુ ,એ તો તાજેતરના વર્ષોમાં જ, કારણકે આપણી ફિલ્મોને ઓસ્કર એવોર્ડ માટે સતત નોમીનેશન્સ મળી રહ્યા હોવાથી એની ચર્ચા થઇ રહી છે.
વિનય શુક્લની રવીશ કુમાર આધારિત એક ફિલ્મ While We Watched ને ગયા વર્ષે ટોરંટો અને બુસાન ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડઝ મળ્યા. અરવિંદ કેજરીવાલ પરની એની એક ફિલ્મ Insignificant Man(૨૦૧૬)ને પણ ઘણા ઇન્ટર નેશનલ એવોર્ડ મળ્યા છે.
વિનય જણાવે છે કે “ છેલ્લા એક દસકમાં આપણને અદભુત –અતુલ્ય ફિલ્મમેકર્સ મળ્યા છે, જે બધા એક પ્રકારનું જોખમ ઉઠાવીને પણ શ્રેષ્ઠ સીનેમેટીક ક્રાફ્ટ સાથે અવનવી વાર્તાઓ કહી રહ્યા છે.
ફિલ્મ મેકર લુબ્ધક ચેટરજી કહે છે કે “ થોડા સમયથી આપણી દસ્તાવેજી ફિલ્મો વૈશ્વિક ફિલ્મ સમારોહમાં ‘સ્પોર્ટલાઈટ’માં છે, એનું એક કારણ ફિલ્મોનું સ્થાનિક વાર્તાઓનું રસપ્રદ કન્ટેન્ટ અને સર્જનાત્મક એપ્રોચ.
જો કોઈપણ પ્રકારના સમાધાન વિના વાર્તા કહેવામાં આવે તો એવી કહાનીઓને ભૌગોલિક સીમાડાઓ નડતા નથી.”
આ બધી જ ઉપલબ્ધિઓની ચર્ચા પછી જે યક્ષપ્રશ્ન છે, તે એ જ કે ,’આ બધી ફિલ્મો વ્યાવસાયિક રીતે કેટલી વ્યવહારુ છે’?
આ બાબતે ડીરેકટરો જુદા જુદા મંતવ્યો ધરાવે છે.દસ્તાવેજી ફિલ્મોની વ્યાવસાયિકતા અને વ્યવહારિકતાનો બધો આધાર એમના સર્જકોને કેટલી ગ્રાન્ટ મળે છે, અથવા તો એના બોર્ડ પર કેટલા પ્રોડ્યુસર્સ/ ઇન્વેસ્ટર્સ છે, એના પર છે. ટૂંકમાં , વૈશ્વિક સન્માન પ્રાપ્ત ફિલ્મોને નાણાકીય સફળતા મળવાનું કામ એટલું આસાન તો નથી જ.
દસ્તાવેજી ફિલ્મો માટે આપણાદેશમાં કોઈ સપોર્ટ સ્ટ્રક્ચર નથી , એવું ઘણા ફિલ્મનિર્માતાઓએ સ્વીકાર્યું છે.
હા, ભારતીય અને એશિયન દસ્તાવેજી ફિલ્મ નિર્માણ માટે થોડી ઘણી સહાયરૂપ ડોકેજ કોલકતા (DocedgeKolkata)કે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ટ્રસ્ટ (PSBT)કે પછી સરકારી ફિલ્મ ડીવીઝન જેવી સંસ્થાઓ/ફોરમ એક માત્ર આશાનો દીપક બની રહે છે.હા, કોઈ કિસ્સામાં ડોક્યુમેન્ટરીને ફિલ્મ ફેસ્ટીવલમાં સ્ક્રીનિંગ બાદ એવોર્ડ કે નોમીનેશન મળે ત્યારે કોઈ ઓવર ધ ટોપ માટે કે સ્ક્રીન માટે ‘ડીલ’ મળે એવું બને, પરંતુ આવું ક્યારેક જ બને છે.
Writing with Fire(૨૦૨૧)ફિલ્મને સંડન્સ ફેસ્ટીવલમાં બબ્બે એવોર્ડઝ મળેલા અને ઓસ્કર એવોર્ડમાં એ ફિલ્મ નોમીનેટ પણ થયેલી, તેમ છતાં ફિલ્મને GLOBAL DISTRIBUTION ન મળ્યું.
ફિલ્ઉમ મેકર ઉત્પલ કલાલ કહે છે કે “દેશમાં ઓવર ધ ટોપ (OTT)પ્લેટફોર્મ અવાર નવાર એમ કહીને દસ્તાવેજી ફિલ્મના સ્ક્રીનિંગનો અસ્વીકાર કરે છે કે દર્શકો ક્યાં છે?
આપણી બધી જ સારી ડોક્યુમેન્ટરીઝ કંઈ ઓસ્કર કે સંડન્સ માટે પસંદગી ન પામી શકે, એટલે આપણે એક એવી સીસ્ટમ ઉભી કરવી જોઈએ જેનાથી દસ્તાવેજી ફિલ્મને ઇન્વેસ્ટમેન્ટ પણ મળી રહે અને છેલ્લે વિતરણ વ્યવસ્થા પણ થઇ શકે. આપણી IFFI જેવી સંસ્થાઓ પાસે કે મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલ પાસે વૈશ્વિક વિતરણની વ્યવસ્થા કે આયોજન કેમ નથી? અરે,રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મોને પણ વિતરકો મળતા નથી. આ બધા મહાન ફિલ્મ મહોત્સવોએ આ બાબત અંગે ગંભીર વિચાર કરવાની જરૂર છે”.
આપણી કહાનીઓને આંતરરાષ્ટ્રીય દર્શકો જુવે છે , પણ દેશમાં દર્શકો ગેરહાજર છે. Writing with fire કેટલા દર્શકોએ જોયેલી? આપણે અદભુત દસ્તાવેજી ફિલ્મો સર્જી રહ્યા છે, પરંતુ કમનસીબે,આપણે આપણા જ દર્શકોને એ બધી ઉત્તમ ફિલ્મો બતાવી શકતા નથી. ભારતમાં દસ્તાવેજી ફિલ્મોને થીયેટરના પરદે રીલીઝ કરવાનું લગભગ અશક્ય છે, એટલે અમે તેને ઓવર ધ ટોપ પર દર્શાવીએ છીએ”
થોડા વર્ષો પહેલા આપણા વડોદરા શહેરના જ એક ફિલ્મમેકર અને મિત્ર વિવેક શાહની એક નેશનલ એવોર્ડ વિનર ફીલ્મને સૂર્ય પેલેસમાં જોયાનું યાદ છે.પાન નલિને એક ફિલ્મ બનાવવા માટે કેવો કેવો સંઘર્ષ કરવો પડયો એની આપણને જાણ છે જ. વિધુ વિનોદ ચોપરા એ છેક ૧૯૭૮માં એક દસ્તાવેજી ફિલ્મ બનાવેલી જે ઓસ્કર માટે નોમીનેટ થયેલી . એ ફિલ્મનું નામ An Encounter with faces. 1956માં બનેલી એક ભારતીય શોર્ટ ફિલ્મ SPRING COMES TO KASHMIR ને પણ એક એક ઇન્ટર નેશનલ એવોર્ડ મળેલો.
આશા રાખીએ કે હવે આવી ફિલ્મો માટે ઇન્વેસ્ટર્સ રસ દાખવે.