CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Saturday, February 22   6:42:11

છેલ્લા બે વર્ષમાં તમે કેટલી BIOPICS જોઈ ?

ગઈ કાલે સાંજે જ I want to talk નો રીવ્યુ વાંચ્યો અને રાત્રે KBC ના મંચ પર આ ફિલ્મની ટીમ ની મુલાકાત પણ જોઈ.
ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના ફિલ્મ સમીક્ષકો મહદ્દઅંશે સતર્ક જોવા મળે છે. ફિલ્મને સ્ટાર્સ આપવામાં તેઓ ભાગ્યેજ ઉદારતા દર્શાવતા હોય છે. ફિલ્મ સમીક્ષક રેણુકા વ્યવહારેએ આ ફિલ્મને સાડાત્રણ સ્ટાર આપ્યા છે. એનો અર્થ એ જ કે ફિલ્મ કમસે કમ જોવા જેવી તો છે જ. રેણુકા લખે છે કે “ In book terms , the film is not a page turner, but it’s not a sob story either. It reminds you that you are way stronger than you think you are.”
સુજીત સરકારની ‘પીકુ’ અને ‘ઓક્ટોબર’ મને ગમેલી.
આર્થિક સંકડામણની સાથે સાથે શારીરિક તકલીફોનો સામનો કરી રહેલા અર્જુનસેન( અભિષેક )નું લગ્નજીવન પણ છેવટે તૂટી જાય છે,પરંતુ સ્વયમ અર્જુનસેન એની ચટ્ટાન જેવી છાતી લઈને પીડાના ઝંઝાવાતો સામે ઉભા રહીને એનો પ્રતિકાર કરે છે. તબીબોએ તો અર્જુનસેનને સ્પષ્ટ કહી દીધું છે કે એમનું આયુષ્ય માત્ર એકસો દિવસનું જ છે, પરંતુ મક્કમ મનોબળનો આ માણસ મૃત્યુના દેવ સામે પૂરી નિષ્ઠાથી લડે છે અને વિજય મેળવે છે.
મંદગતિએ ચાલતી આ ફિલ્મમાં પિતા –પુત્રીના સંવાદ અગત્યના છે. અર્જુનના પાત્રમાં અભિષેકની પસંદગી બાદ એની પુત્રના રોલ માટે સુજીતે ઘણા પ્રયત્નો કર્યા અને છેવટે એને INSTAGRAM ના પેજ પરથી અહલ્યા બામરુ નામની એક યુવતી મળી જાય છે. અહલ્યાના અભિનયની પણ રેણુકાએ પ્રશંસા કરી છે.
ફિલ્મના પ્રમોશન માટે ગઈ કાલે રાત્રે “કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર આવેલી ફિલ્મની ટીમના ત્રણ મુખ્ય સભ્યો અભિષેક, અહલ્યા અને સુજીત સરકારને જોવાની મજા આવી. સુજીતે કહ્યું કે “ ફિલ્મમાં અભિષેકને જરાક સ્થૂળ બતાવવાનો હતો. મેં એને થોડું વજન વધારવા કહ્યું , ત્યાંજ એણે પોતાનો શર્ટ ઉંચો કરીને એનું પેટ મને બતાવી દીધું ! અને પછી લાગ્યું કે એને વજન વધારવાની જરૂર જ નહોતી!
અભિષેકના અભિનયની પણ સુજીતે પ્રશંશા કરી છે. પિતા અને પુત્રીના બોન્ડની કથાની સમાંતરે એક ડોક્ટર અને દર્દીના બોન્ડને પણ ફિલ્મમાં સારું એવું સ્થાન મળ્યું છે. લાગણીને હંમેશા વાણી દવારા જ વ્યક્ત કરવાનું શક્ય નથી. મૌનની પણ એક સુંદર અને હૃદયસ્પર્શી ભાષા હોય છે. રેણુકા લખે છે “Silence speaks volumes in this true story of unwavering resilience”
પોતાના દર્દી પિતાને પુત્રી સરોવર કિનારે કે કોઈ પ્રાકૃતિક સ્થળે લઇ જઈને ગોઠડી માંડે છે ત્યારે આ ઘટના જાણે કે એક ‘થેરપી’નું કામ કરતી હોય છે. અંધકારમય-અનિશ્ચિતભાવિ સાથે જીવનારા કોઈપણ જીવ માટે જિંદગીની પ્રત્યેક ક્ષણ કિંમતી બની જાય છે. અહલ્યા વિષે આ સમીક્ષક લખે છે “ Bamoroo is incredible find and a great casting decision”
ડો .દેબ ના રોલમાં જયંત ક્રિપલાની પણ હળવી ક્ષણો આપે છે. ખુબ નાનકડા રોલમાં પણ જોહની લીવરની એક્ટિંગ પણ અપીલ કરી જાય એવી છે.
સુજીતના કેનવાસ પર કંડારાયેલી એક અસાધારણ જીવતદાનની આ કથા biopicના ચાહકો માટે ઠીક છે, બાકી તો છેલ્લા બે વર્ષમાં આપણે ત્યાં બોલીવુડે એક ડઝન બાયોપિક આપી છે , એમાં ઘણી જોવા લાયક પણ હતી જ અને તો પણ એ ચુકી ગયાનો અફસોસ છે!
અજય દેવગનની ‘મૈદાન’ હોય કે પછી તાપસી પનુંની ‘શાબાશ મીઠું’ , કે પછી રણદીપ હૂડાની ‘વીર સાવરકર’.. આ બધી ફિલ્મો ઘણી સારી જ હતી, તેમ છતાં ન જોઈ શક્યો.
એમ તો બે વર્ષ પહેલા ‘કાગઝ’ માં પંકજ ત્રિપાઠી સાથે આપણી મોનલ ગજ્જર અભિનીત ફિલ્મ પણ ચુકી ગયો ! વીકી કૌશલની ‘સેમ બહાદુર’ કોણે જોયેલી ? અને કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન ? રાની મુખર્જી અભિનીત પણ કોઈ ફિલ્મ આવેલી . મોટા બેનરની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’સારીચાલી,બાકી અટલ બાજપાઈની બાયોપિક ક્યારે આવી અને ક્યારે ગઈ એ ખબર જ ના પડી !
ખેર, હજારો નિરાશામાં પણ અમર આશા દર્શાવતી આ ફિલ્મ અભિષેક અને અહલ્યાના અભિનય માટે પણ જોવાની ઈચ્છા છે. તમે જોઈ લીધી હોય તો અચૂક કોમેન્ટ બોક્સમાં સ્વાગત છે!