CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Saturday, January 4   10:09:06

“ग्रेट वॉल” अंशुमन गायकवाड

जेंटलमेन क्रिकेटर के उपनाम से प्रसिद्ध पूर्व क्रिकेटर अंशुमन गायकवाड आज हमारे बीच नहीं रहे। उनको अक्सर मिलते रहते खेल जगत के एनसाइक्लोपीडिया कहे जाते वडोदरा के सुप्रसिद्ध खेल पत्रकार श्री ए. डी.व्यास ने संदेश अखबार की 23 सितंबर 2012 की प्रति के पेवेलियन कॉलम में अंशुमन गायकवाड के 60th जन्म दिवस के उपलक्ष में उनके बारे में लेख लिखा था, जो यहां प्रस्तुत है।

ए.डी. व्यास हमेशा अपना लेख पूर्ण होने पर सातवां बॉल लिखते थे।जो अक्सर कटाक्ष होता था।इस लेख के सातवें बॉल में उन्होंने लिखा था, “शिष्ट के आग्रही अंशुमन ने क्रिकेट से निवृत्ति ली, तब अधिकतर अखबारों ने उनके बारे में लिखा था,”जेंटलमेन क्रिकेटर रिटायर्ड”।आज के दिन जेंटलमैन क्रिकेटर को शुभकामनाएं । शतम् जीव: शरद:”

નાના, પિતા, કાકા અને મામાના પેંગડામાં પગ નાંખનારો – ‘ગ્રેટ વોલ’ અંશુમાન

ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લેનાર રાહુલ દ્રવિડને લાંબી લાંબી ઇનિગ્સ રમવાની ક્ષમતાને લીધે વોલ દીવાલનું ઉપનામ મળ્યું હતું, વીવીએસ લક્ષ્મણ માટે પણ એવું જ કહેવાતું હતું અને હવે ચેતેશ્વર પૂજારા માટે પણ એવું જ ચ છે. પણ આ બધાળા પહેલા ‘ગ્રેટ વાલ નું બિરુદ અંશુમાન ગાયકવાડને મળ્યું – હતું. ભારતના આ પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આજે ૬૦ વર્ષના થયો છે.

ભારત તરફથી ૪૦ ટેસ્ટ અને ૧૫ વન- – કે ઇન્ટરનેશનલ રમી ચૂકેલા અંશુમાન ટીમ ઇન્ડિયાનો બે વખત કોચ, એક વખત મેનેજર અને ચાર વર્ષની ટર્મ માટે પસંદગીકાર રહી ચૂક્યા છે. વડોદરા તરફથી ૯૫ રણજી ટ્રોફી મેચમાં ૧૬ સદી સાથે ૮૪૦૦ રન બનાવવા ઉપરાંત ઓફસ્પીન બોલિંગ દ્વારા ૧૨૦ વિકેટ પણ ઝડપી છે. તે ઉપરાંત ગુજરાતની ક્રિકેટ ટીમના કોચ તરીકે પણ કામગીરી બજાવી છે.

ક્રિકેટર તરીકે અંશુમાનનું જમાપાસું એ છે કે તે ઝડપી બોલરોનો સામનો કરવામાં માહેર હતા. આ વાતનો પરચો ૧૯૩૪માં કમ્બાઈન્ડ યુનિવર્સિટી ટીમ તરફથી વેસ્ટ ડીઝ સામેની ઇંદીર ખાતેની ત્રણ દિવસની જ્યમાં સદી ફટકારીને આવ્યા હતા, તે જ વર્ષે તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને ત્યારબાદ ૧૯૭૬ના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં તેણે ઝડપી બોલરનો જે રીતે સામનો કર્યો હતો તેનો જોટો આજ સુધી જડે તેમ નથી.

વેસ્ટ ઈન્ડીઝ તેની પેસબેટરી માટે પ્રખ્યાત છે. તે સમયે સુનીલ ગાવસ્કર સિવાય કોઈ બેટ્સમેન ક્રીઝ ઉપર વધારે સમય ઊભો રહી શકતો ન હતો. તે સમયે હેલ્મેટ, ગાર્ડ કે પ્રોટેક્શન માટેનાં સાધનો પણ વપરાતાં ન હતાં, વેસ્ટ ઇન્ડીઝના માઈકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટ્સ રોકેટની સ્પીડથી બોલ નાખતા હતા. કિંગસ્ટન ખાતેની ચોથી ટેસ્ટમાં ગાવસ્કર અને ગાયકવાડે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧૩૬ રન ઉમૈર્યા હતા. આ બંનેને પેવેલિયન ભેગા કરવા માટે ફાસ્ટ બોલરોએ પ્રત્યેક ઓવરમાં બે બે બાઉન્સર નાખવા સહિતના બધા જ પ્રયોગ કર્યા હતા. ગાવસ્કરના આઉટ થયા બાદ રોબર્ટ્સ અને હોલ્ડિંગ વધારે ક્રૂર બન્યા હતા. અંશુમાનને આઉટ કરવા તેમણે છાતી પર બોલ નાખ્યા – હતા, એક બોલ કાન ઉપર વાગતા લોહી

નીકળ્યું હતું, પણ તે તેમને દાદ દેતો ન હતો, ક્ષત્રિય ચોદ્ધાને છાજે તેમ દીવાલની માફક કીઝ ઉપર ઊભો રહ્યો. પ્રેક્ષકો રોબર્ટ્સ અને હોલ્ડિંગને પાનો ચઢાવવા માટે kill him, kill himના નારા લગાવતા હતા, તેમ છતાં તે ડગ્યો ન હતો. બ્લડબાથ તરીકે ઓળખાયેલી આ ટેસ્ટમાં ઘાયલ હાલતમાં ૮૬ રન ફટકારતાં તેને ‘ગ્રેટ વોલ’નું બિરુદ મળ્યું હતું.

હંમેશાં સંરક્ષણાત્મક ક્રિકેટ રમવામાં માનતા અંશુમાને ૧૯૮૩માં જલંધર ખાતેની પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ૬૭૨ મિનિટ (૧૧ કલાક ૧૨ મિનિટ) કીઝ પર ઊભા રહીને ૨૦૧ રન બનાવ્યા હતા. ભારત તરફથી એક દાવમાં કીઝ ઉપર વધારે સમય રહેવાનો વિક્રમ સુનીલ ગાવસ્કર (૭૦૮ મિનિટ) ધરાવે છે. જ્યારે વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના ડી.એસ. કુરુપ્પાના નામ પર છે. તેણે ૧૯૮૬-૮૭માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં ૭૭૬ મિનિટ રમીને અણનમ ૨૦૧ રન બનાવ્યા હતા.

ક્રિકેટની દુનિયામાં નજર નાખીએ તો મોટા ભાગના ક્રિકેટરોને પિતૃપક્ષ તરફથી વારસો મળેલો જોવા મળે છે. પણ અંશુમાનને તો પિતૃપક્ષ અને માતૃપક્ષ (મોસાળ) એમ બંને તરફથી વારસો મળ્યો છે. તેના પિતા દત્તાજીરાવ ગાયકવાડે બરોડા રણજી ટીમનું જ નહિ, ભારતીય ટેસ્ટ ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું. તેના બે કાકા સી.કે. ગાયકવાડ અને વી.કે. ગાયકવાડ વડોદરા તરફથી રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. તેના ખાના ડબલ્યુ. એન. ધોરપડે વડોદરા રણજી ટીમના પ્રથમ સુકાની હતા અને તેમના સુકાનીપદ હેઠળ વડોદરા પ્રથમ વખત ૧૯૪૨-૪૩માં રણજી ચેમ્પિયન બન્યું હતું. ઘોરવડેના પુત્ર જયન્દ્ર પણ રણજી ટ્રોફી રમ્યા હતા અને વડોદરાનું સુકાનીપદ સંભાળ્યું હતું. રણજી ટ્રોકીના ઇતિહાસમાં ફક્ત

વડોદરામાં જ એવું બન્યું છે કે સસરા, જમાઈએ રણજી ટ્રોફી ચેમ્પિયનશિપ જિતાડી હોય. દત્તાજીરાવ ગાયકવાડના સુકાનીપદ έση ૧૯૫૭-૫૮માં વડોદરાની ટીમ ચેમ્પિયન બની હતી. અંશુમાને પણ ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું તો તેના મામા જયેન્દ્ર ઘોરપડેએ પણ વડોદરાનું સુકાનીપદ સંભાળ્યું હતું. આજથી બરાબર ૭૫ વર્ષ પહેલાં બરોડા ક્રિકેટ એસોસિયેશનની સ્થાપના થઈ હતી. તેની સ્થાપનામાં સરદાર ડબ્લ્યુ. એન. ઘોરપડેનો સિંહફાળો તો હતો જ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલની સ્થાપના કરવા માટે ૧૯૨૭માં દિલ્હીની રોશનઆરા ક્લબમાં સર્વપ્રથમ બેઠક યોજાઈ હતી, તેમાં સરદાર ઘોરપડેએ વડોદરાના મહારાજાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.
અંશુમાનનો પુત્ર શુત્રુંજય પણ વડોદરાની રણજી ટીમ તરફથી તરફથી રમી ચૂક્યો છે. રણજી ટ્રોફીનાં ૭૮ વર્ષના ઇતિહાસમાં ફક્ત ચાર જ પ્રસંગો નોંધાયા છે કે પિતા-પુત્ર અને પૌત્ર એક જ ટીમ તરફથી રમ્યા હોય તામિલનાડુના એ.જી.રામસિંહ તેમના પુત્ર મિલ્ખાસિંહ અને પૌત્ર સતર્વેન્દ્રસિંહ, મધ્યપ્રદેશ, ઇંદીર ટીમ તરફથી મુશતાક અલી, પુત્ર ગુલરેઝ અલી અને પીત્ર – અબ્બાસ અલી અને વડોદરાના વિજય હઝારે, પુત્ર રણજિત અને પીત્ર કુસાલા – રણાજી ટ્રોફી રમી ચૂક્યા છે સાતમો બોલ

અનુશાસનના આગ્રહી અંશુમાને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મોટાભાગના અખબારોએ ‘જેન્ટલમેન ક્રિકેટર રિટાયર્ડ’ એવું લખ્યું હતું. આજના દિવસે આ જેન્ટલમેન ક્રિકેટરને શુભેચ્છા… શતમ્ જીવ: શરદ: