CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 21   9:53:16

આલીયાના સુવાવડ અને ……

Written by Dilip Mehta

જીવનના વર્ષો જાણે કોઈ સુપર સોનિક પ્લેનની ગતિએ ઊડી રહ્યા હોય એવું લાગે છે! આલીયા અને રણબીરની અલ્ટ્રા સાઉન્ડ મશીન સાથેની તસ્વીરે મારા માનસને સાચે જ ફ્લેશ બેકમાં મૂકી આપ્યું છે. અત્યારે મારા માનસ પટ પર જે પહેલી તસ્વીર ઊભરી આવી છે , એ તસ્વીર મહેશ ભટ્ટની છે. વર્ષ 1979. ગ્રેજ્યુએશનનું મારૂ એ છેલ્લું વર્ષ. અમદાવાદમા શિવ ટોકીઝમાં ‘લહુ કે દો રંગ’ ફિલ્મ જોવા અમે બે ત્રણ મિત્રો અંદર પ્રવેશ કરીએ છીએ, અને અમારી બાજુની સીટ પર જ હું મહેશ ભટ્ટને બેઠેલા નિહાળું છું. મહેશ ભટ્ટ સાથેની મારી આ લગભગ ત્રીજી આવી મુલાકાત હતી. સેંટ ઝેવિયર્સ કોલેજના પરિસરમાં પણ હું એમને ગ્રૂપમાં મળેલો. અભિવાદન કે કોઈ પણ પ્રકારની ચેષ્ટા વિના અમે સૌ એ ફિલ્મ નિહાળી રહ્યા હતા , ત્યારે ઈંટરવલમાં એમણે પુછ્યું કે “ કેવી લાગે છે આ ફિલ્મ”? અમે કહ્યું “ ખૂબ સરસ’. બસ , અમારી સાથે હાથ મિલાવીને મહેશ ભાઈ સ્ક્રીન છોડી દે છે!
બીજા દિવસે મને ખબર પડેલી કે એ ફિલ્મ એમણે ડિરેક્ટ કરેલી! એ ફિલ્મને પછી બે ફિલ્મફેર એવોર્ડ્ઝ મળેલા.
Preganancy ન્યૂઝ સાથેઇન્સ્ટાગ્રામ પર આલીયાએ પોસ્ટ કરેલી આ તસ્વીર મને આજે અનેક યાદોનો ઇસકોતરો ખોલી આપે છે! મુંબઈની એક શોપમાં મહેશ ભટ્ટને સપરિવાર શોપિંગ કરતાં મે જોયા છે!
મારા માનસ પટ પર અત્યારે અનેક સ્ક્રીન પ્લે ફરી રહ્યા છે !
મહેશનું અને વિનોદ ખન્નાનું ઓશોને શરણે જવું, પછી મોહ ભંગ થવું, અને પછી એક પછી એક સુપર હિટ ફિલ્મો દ્વારા બોલિવુડમાં છવાઈ જવું – એવું લાગે જાણે આ તો ગઈ કાલની જ વાત છે !
અરે , મહેશ ભટ્ટની વાત ઘડીક છોડો , પરંતુ મને તો મારી જિંદગી વિષે જ આશ્ચર્ય થાય છે!
આ ઓગષ્ટના અંતમાં મારો પુત્ર 26 વર્ષ પૂરા કરીને 27માં વર્ષમાં પ્રવેશ કરશે. એકાદ વર્ષ પહેલા જ એમણે લગ્ન કર્યા હોત તો હું કદાચ આજે દાદાજી બની ગયો હોત! હાહાહા !
અત્યારે નવી પેઢી માટે મેરેજ એ બીજા ક્રમાંકે આવતી પ્રાથમિકતા છે. આર્થિક સ્થિરતા એ પ્રથમ પ્રાથમિકતા છે, અને આજે માત્ર પતિ જ નહીં , પરંતુ પત્ની પણ આર્થિક રીતે સ્વતંત્ર હોય એ એક અનિવાર્ય બાબત બની ચૂકી છે. માત્ર ભૌતિક સુખાકારી માટે જ નહીં, ભવિષ્યમાં છૂટા પડવાનું આવે તો પણ આર્થિક તકલીફ વિના ‘સિંગલ’ રહી શકાય, એ માટે પણ એ જરૂરી છે!
ભલે એમ કહેવાતું હોય કેmarriage is made in heaven પરંતુ ગમે તેમ પણ આલિયાએ એકાદ બે સેટબેક્સ બાદ પણ ખૂબ સમજી વિચારીને યોગ્ય વયે, યોગ્ય વ્યક્તિ જોડે લગ્ન કરી લીધા એવું મને લાગે છે! પ્રેમ- બ્રેમ તો બધુ સમજ્યા ! આ બધું calculated , fabricated and scripted જ હોય છે , કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ માફક જ !
મુમતાજે મયુર માધવાની જેવા શ્રીમંત જોડે લગ્ન કરી લીધા. જુહીએ પણ આવા જ એક ગુજરાતી જોડે પ્રભુતામાં પગલાં માંડ્યા! કરિનાએ પણ દોમ-દોમ સાયબીમાં આળોટવા બીજવર જોડે ઘર માંડ્યુ ! જો કે એવું તો હેમા એ પણ કરેલું જ, પરંતુ એમાં ક્યાંક પ્રેમ રંગ હોય એવું લાગે છે.
શર્મિલા ટાગોરે પણ બહુ સમજી વિચારીને નવાબ જોડે લગ્ન કરેલા. સંગીતાએ પણ થોડી ઘણી કોમર્સિયલ્સ એડ બાદ ક્રિકેટર અજજુ ભૈયા જોડે શાદી કરી લીધી! આ લિસ્ટ લાંબુ છે , પણ , ટૂંકમાં કોઈ ધનવાનની બેટી નિર્ધનનું દામન પકડે એ ફક્ત ફિલ્મમાં જ બને કે પછી ક્યાંક કોઈ અપવાદ રૂપે ધરતી પર , બાકી બોલિવુડમાં તો નહીં જ !
હા, ‘બોબી’ ની સ્ટોરી જરાક જુદી હતી, પરંતુ ડીમ્પલને ‘કાકા’ પરણી ગયા, એને એક સુખદ અપવાદ ગણવો પડે! જો કે ડીમ્પલ કાકાને પરણી ગઈ એ પણ આશ્ચર્ય છે, અને સાચું કહું તો મને તો ત્યારે બહુ આઘાત લાગેલો! હાહાહા !
આપણે ત્યાં મીડિસિન વાળા લગભગ એના ફિલ્ડની જ છોકરી કે છોકરો શોધતા હોય છે. કોલેજમાં સાથે હોય અને પ્રેમ થઈ જાય એવું પણ ક્યાંક બને , પરંતુ મહદઅંશે એમાં પણ એક ‘ગણતરી’ હોય છે જ. સારું છે.
મહેશ ભટ્ટની આત્મકથાત્મક જેવી ‘જખમ’ જોઈ એને પણ વર્ષો થઈ ગયા, છતાં એવું લાગે જાણે કાલે જ જોઈ ! સોની રાઝદાન સાથેના ભટ્ટના બીજા લગ્ન ( 1986)માં થયેલા, એ બરાબર યાદ છે. સોનીની બે દીકરીઓ શાહીન અને આલીયાને મે મૂંબઈમાં જોયેલી એ પણ યાદ આવે.
મહેશ ભટ્ટના પ્રથમ લગ્ન કિરણ સાથે થયેલા એ યાદ નથી. આ વાત છેક 1970ની છે. હા , લગ્ન બાદ એના બે સંતાનો પૂજાને એક સફળ એક્ટ્રેસ તરીકે આપણે જોઈ છે જ. રાહુલ વિષે જાજી ખબર નથી !
એક આડ વાત …. વડોદરાના એક પ્રોડ્યુસરે ( જેઓ સુરતથી અહી રહેવા આવ્યા છે) પોતાના પંદર વર્ષના પુત્રને એક્ટર બનાવવાના અભરખા સાથે પંદર વર્ષની આલીયા જોડે ફિલ્મ બનાવવા નું નક્કી કર્યું. શરૂઆતમાં 30 કરોડ રૂપિયા ચૂકવાયા , ફિલ્મનુ શૂટિંગ થયું, દસ બાર શોટ્સ લેવાયા , અને પછી ધ એન્ડ ! એ પછીના વર્ષે આલીયાને પછી ધડાધડ ફિલ્મો મળવા લાગી. વડોદરાના પ્રોડ્યુસર વારંવાર મહેશ ભટ્ટ ને ફોન કરતાં રહ્યા, બસ , વાયદા થતાં રહ્યા , અને આજે એ વાતને પણ આઠેક વર્ષ થઈ ગયા.
અમારો મિત્ર અજિત કાલરિયા મને અને મૃગાંક શાહને એ પ્રોડ્યુસર પાસે લઈ ગયેલો, ત્યારે એમના પુત્રને જોઈને લાગ્યું કે આવા IQ વિનાના છોકરા જોડે આલિયા ક્યાંથી ફિલ્મ કરે?
હજુ આજે પણ આલિયા-અંકુરનું એ ફિલ્મનુ જૂનું બેનર એ ભાઈને ત્યાં આંગણામાં લટકે છે! ખેર , આલિયા-રણબીરને શુભ કામનાઓ!