CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   7:28:10

જેમની ગઝલો સડકથી સંસદ અને સ્કૂલથી સિનેમા સુધી ગુંજે છે એવા કવિ દુષ્યંતકુમાર : આજે એમની પુણ્યતિથી

कैसे आकाश में सूराख़ नहीं हो सकता

एक पत्थर तो तबीअ’त से उछालो यारो

શાળા- કોલેજ કાળમાં વક્તૃત્વ સ્પર્ધાઓમાં જેમના જાણીતા શે’રથી શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ અને નિર્ણાયકોનો પુરસ્કાર અનેકવાર મેળવ્યો છે એવા કવિ દુષ્યંતકુમાર.

દુષ્યંતકુમાર એટલે આપણા ગુજરાતી ભાષાના કવિ કલાપી કે રાવજી પટેલની જેમ ખૂબ નાની વયમાં પુષ્કળ અને ખૂબ સુંદર સર્જન કરનાર કવિ- એમની આજે પુણ્યતિથિ છે.

માત્ર 44 વર્ષની ઉંમરે જીવન લીલા સંકેલી લેનાર આ કવિએ એવી રચનાઓ આપી છે જે કોઈ પણ હતોત્સાહ વ્યક્તિમાં ફરી પ્રાણ પૂરી દે. અરે, એમની કેટલીયે રચનાઓએ તો માત્ર વ્યક્તિ નહીં આખા સમાજમાં ક્રાંતિના બીજ રોપવાનું કાર્ય કર્યું છે. એમની કવિતાઓ આંદોલનોનો અવાજ બની, વિરોધપક્ષો દ્વારા સરકારના દમન સામેની આકરી પ્રતિક્રિયા બની, ફિલ્મોમાં પણ ગરીબોના શોષણનો વિરોધ બની અને અભ્યાસક્રમોમાં પણ સ્થાન પામી..આમ સડકથી સંસદ અને સ્કુલથી સિનેમા સુધી બધે જ એ લોકપ્રિય બની. આકાશવાણીના ભોપાલ કેન્દ્રમાં કાર્યરત આ કવિએ સરકારી નોકરીમાં હોવા છતાં સરકારની વિરુદ્ધમાં લખવામાં ક્યારેય પાછી પાની કરી નહીં.

એમણે કહ્યું,

मेरे सीने में नहीं तो तेरे सीने में सही

हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए

અને કેટલાય આંદોલનમાં નેતાઓએ ક્રાંતિની જવાલાના સંદર્ભમાં એનો ઉપયોગ કર્યો.

જ્યારે એમણે લખ્યું,

कहाँ तो तय था चराग़ाँ हर एक घर के लिए

कहाँ चराग़ मयस्सर नहीं शहर के लिए

આ પણ વાંચો –  સિલ્વર સ્ક્રીન પર ‘કોમનમેન’ને જીવંત કરનાર ફારુક શેખની આજે પુણ્યતિથી

આ પણ વાંચો – જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે

તો એને સરકારની ખોટા વાયદાઓ કરતી નીતિની વિરુદ્ધમાં વાપરવામાં આવ્યું.

કટોકટીના સમયમાં લોકોમાં વ્યાપેલા ભયના સંદર્ભમાં એમણે લખ્યું,

तू किसी रेल सी गुज़रती है

मैं किसी पुल सा थरथराता हूँ

આ પણ વાંચો તમારા ખિસ્સામાં છે એ રૂપિયાનો સિક્કો ક્યાં બનેલો છે?

પણ પછીથી એ શે’રને જુદા સંદર્ભમાં – પ્રેમની લાગણી સાથે જોડીને વપરાયો અને ફિલ્મ મસાન માં આપણે એ સાંભળ્યો.

30 ડિસેમ્બર, 1975ના રોજ અવસાન પામેલા કવિ દુષ્યંતકુમાર ત્યાગીની સ્મૃતિમાં ભારત સરકારે પોસ્ટલ સ્ટેમ્પ પણ પ્રસિદ્ધ કરી છે.

શ્રદ્ધા સુમન !