આપણે રોજેરોજ અનેકવાર ચલણી સિક્કાઓ વાપરીએ છીએ. રોજ આપણા હાથમાં ફરતા આ સિક્કાઓ ક્યાં બનતા હશે એવો કદી વિચાર આવ્યો છે ખરો ?
ચલો, એટલું કહી દઉં કે ભારતમાં માત્ર ચાર સરકારી ટંકશાળ છે એટલે કોઈ પણ સિક્કો આ ચાર પૈકીની એક ટંકશાળમાં જ બન્યો હોય, પણ કયો સિક્કો ક્યાં બન્યો છે એ જાણવું હોય તો એનો જવાબ એ સિક્કામાં જ છે.
સિક્કામાં એની બનાવટના વર્ષની બરાબર નીચે એક નાનકડું ટપકું હોય છે આ ટપકું જ એના જન્મસ્થળનું સરનામું હોય છે. અત્યાર સુધીમાં તમારું ધ્યાન પડ્યું જ હશે પણ એ ટપકું તમને સામાન્ય અને બધા સિક્કાઓમાં સરખું જ જણાયું હશે. હકીકતમાં એમાં જુદી જુદી ત્રણ પ્રકારની નિશાનીઓ હોય છે. કોઈક સિક્કામાં વર્તુળ, કોઈકમાં હીરો (Diamond) જેવી નિશાની અને કોઈકમાં તારો (Star)ની નિશાની હોય છે. આ ત્રણ પ્રકારનાં ટપકાં સિવાય કેટલાક સિક્કાઓમાં આવું ટપકું હોતું જ નથી. તો ચાલો જાણીએ કયો સિક્કો ક્યાં બનેલો હોય છે?
આ પણ વાંચો – સિલ્વર સ્ક્રીન પર ‘કોમનમેન’ને જીવંત કરનાર ફારુક શેખની આજે પુણ્યતિથી
આ પણ વાંચો – જીવદયા પ્રેમીઓ ખુશ થઈ જાય એવા સમાચાર મેક્સિકોથી આવી રહ્યા છે
જે સિક્કામાં બનાવટના વર્ષની નીચે હીરા આકારનું ટપકું હોય તે મુંબઈમાં, જે સિક્કામાં વર્તુળ આકારનું ટપકું હોય તે નોઈડામાં અને જે સિક્કામાં સ્ટાર એટલે કે તારાની નિશાની હોય તે હૈદરાબાદની ટંકશાળમાં બનેલા હોય છે. જે સિક્કામાં કોઈ જ પ્રકારની નિશાની ન હોય તે કલકત્તામાં બનેલા હોય છે.
હવેથી જ્યારે કોઈ સિક્કો હાથમાં લો ત્યારે એનું સરનામું ઓળખવાનું ભૂલતા નહિ…
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર