ગુરૂમત સંગીતમાં હવે વાજાપેટીના સ્થાન અને સંગત પર ચર્ચા.
શીખ પંડિતો હવે ત્રણ વર્ષમાં સુવર્ણ મંદિરમાંથી હાર્મોનિયમની હાકલપટ્ટી કરવા માંગે છે.
25-05-22
Written by Dilip Mehta
ભારતીય ઉપખંડની સંગીત પરંપરાનું એક અભિન્ન અંગ હાર્મોનિયમ હવે એના મૂળ અને કૂળને લીધે શીખપંથમાં ચર્ચામાં છે.
તાજેતરમાં જ અકાલ તખ્ત જથેદારજ્ઞાની હરપ્રીત સિંઘજી એ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને ત્રણ વર્ષમાં હાર્મોનિયમને ગુરૂમત સંગીત સભા માંથી હટાવી દેવાનું ફરમાન કર્યું છે. હરપ્રીતજીની ફરિયાદ પેટીવાજાની અંગ્રેજિયત (British-ness)વિષે છે. હરપ્રીતજીની લાગણીને શીખ સ્કોલર્સનો ટેકો પણ મળી ગયો છે જેઓ પણ એવું માને છે કે અંગ્રેજો દ્વારા આ વાજિંત્રને આપણાં પર લાદવામાં આવેલું હતું.
હકીકતમાં, હાર્મોનિયમ ફ્રેંચ ઉત્પત્તિ છે. પરંતુ, 1840માં એલેક્ઝાંડર ડેબેન ( Alexander Debain)દ્વારા આ વાદ્યને પેરિસમાં ‘પેટન્ટ’ કરવામાં આવ્યું એ પહેલા, જર્મન ડોકટર, ફિઝિસિસ્ટ અને એંજિનિયર ક્રિશ્ચિયન ગોટલીબ ક્રેટ્ઝેંસ્ટિન દ્વારા એની પ્રોટો ટાઈપને ડિઝાઇન કરવામાં આવેલી.
ડેબેનનું આ વાદ્ય ત્યારબાદ સમગ્ર યુરોપમાં ફરીને પછી ભારતમાં પ્રવેશ્યું, કારણકે તે બીજા વાદ્યો કરતાં ઘણું સસ્તું હતું અને ભારતની ગરમ આબોહવાને સહન કરી શકે તેવું પણ હતું. એટ્લે આપણે એમ કહી શકીએ કે હાર્મોનિયમ પશ્ચિમ માંથી આપણે ત્યાં આવ્યું , પરંતુ , એના પરિચયનું શ્રેય તો અંગ્રેજોને જ આપવું પડે.
અત્યારે આપણે ધમણ વાળું પેટી વાજું વાપરીએ છીએ , તે વર્ઝન ( version) તો 1875માં કોલકાતા સ્થિત મ્યુઝીસિયન દ્વારકાનાથ ઘોષ દ્વારા તૈયાર કરવામાં આવેલું. તે ઘણું નાનું , પોર્ટેબલ અને વળી ઈકોનોમિકલ પણ હતું. ત્યારે એને બધા પેટી કહેતા , અને એ પેટી પછી દેશના ખૂણે ખૂણે પહોંચી ગઈ !
મૂંગી ફિલ્મોમાં તો ગવૈયાઓ અને સાજિંદાઓ આ પેટી સાથે ચિત્રપટ મુજબ ગીત –સંગીત રજૂ કરતાં અને સમયાંતરે આ પેટી એ ભારતીય સંગીતના સુવર્ણ કાળનું એક અભિન્ન અંગ બની ગયું.
વિદેશી હાર્મોનિયમે પછી તો મંદિરના ભજનોથી લઈને ઉપખંડમાં લોકપ્રિય એવી કવાલ્લી સુધીની યાત્રા કરી. એટલું જ નહીં , હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની એલિટ( eliet)સિસ્ટમનો પણ હાર્મોનિયમ એક હિસ્સો બની ગયું. વોકલ ટ્રેનીંગ અને શાસ્ત્રીય ગાયન વખતે એના સાથે સંગીતની તાલીમને વધુ સરળ બનાવી દીધી.
એક એવો સમય પણ જોવા મળ્યો જ્યારે દેશના ઉત્તર અને દક્ષિણના ભાગોમાં લગ્ન પ્રસંગે કન્યાને કરિયાવરમાં વાજાપેટી ખાસ ભેટ રૂપે મળતી.
ગુરુબાની, કે જ્યાં શબ્દ ( શબદ) અને કીર્તન દ્વારા જ ગુરુની વાણીને આત્મશાત કરવામાં આવે છે, ત્યાં આ વાદ્ય ખરેખર એક સુંદર ઉમેરો છે.
હાર્મોનિયમ ભારતીય છે. આપણે એ દ્રશ્ય ન જ ભૂલી શકીએ જ્યારે મેલડી ક્વિન લતાજી એ તત્કાલિન પ્રધાન મંત્રી નેહરુજી સમક્ષ વાજા પેટી સાથે “ અય મેરે વતન કે લોગો” પ્રસ્તુત કરેલું, અને એ સાંભળીને નેહરુજી ગદ્દગદ્દિત થઈ ગયેલા?
હાર્મોનિયમ હવે ભારતીય સંગીતનો એક integral ભાગ છે.
હરમંદિર સાહેબ સમક્ષ નિયમિત 15 રાગી જથાને શબદ –કીર્તન માટે મોકલવામાં આવે છે.
લગભગ 20 કલાક આ કીર્તન ચાલે છે. ઋતુ અને દિવસ મુજબ લગભગ 31 શાસ્ત્રીય રાગોની પ્રસ્તુતિ થાય છે. હાર્મોનિયમની જગ્યાએ કદાચ તાનપુરાની સંગત ભલે હોય તો પણ હાર્મોનિયમની સ્થાન કોઈ લઈ શકે તેમ નથી.
More Stories
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી
સુરત-બેંગકોક ફ્લાઇટના મજેદાર સમાચારથી એરલાઇન ફૂડના સુવર્ણ યુગની યાદ તાજી
એક હતો બગલો ……..