CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Thursday, May 1   7:40:21
picock

યે દિલ માંગે દાણા…

માણસનું મન ભલે મોર બની થનગાટ કરે,બાકી મોરને માણસ બની કકળાટ કરવાની ક્યારેય મઝા ના આવે કારણ કે મોર તો કેકારવ નો જીવ છે.વડોદરા ની પ્રાકૃતિક સંપદા જેવા કમાટીબાગમાં વહેલી સવારે ફરો તો તંદુરસ્તી સુધરે અને મોરની પ્રભાત લીલાઓ જોવા મળી જાય…

કમાટીબાગમાં સવારમાં મોરનો મોર્નિંગ બ્રેકફાસ્ટ જોવા જેવો હોય છે.પેલા જાણીતા વિજ્ઞાપન ની જેમ જાણે કે મોર કહે છે યે દિલ માંગે દાણા..more દાણા..નાસ્તો કરતા મોરની તન્મયતા જોવા જેવી હોય છે. એ એની કુદરતે કંડારેલી કલાત્મક ડોક વાંકી વાળી દાણા ચણવામાં મશગુલ થઈ જાય.જો કે પ્રાણી માત્રને પરમાત્મા એ સુરક્ષાની સિકથ સેન્સ આપી છે એટલે વચ્ચે ડોક ઊંચી કરી સલામતી ચકાસી લે અને પાછો નાસ્તાની મોજ માણતો રહે.યાદ રાખો મોર ચણતી વખતે ડાફોળિયાં મારતો નથી કે પીંછા ફેલાવી નૃત્ય કરતો નથી.એટલે જ્યારે જે કામ હાથમાં લીધું હોય તેના પર ધ્યાન આપીને કામ પૂરું કરવું એ માણસે મોર પાસે થી શીખવા જેવું તો ખરું જ.અને લાંબી ડોકને ત્રણ કટકા કરી ઉપર નીચે કરવાની લચક નૃત્યાંગના ને ઈર્ષ્યા આવે એવી તો ખરી જ…ત્યારે આપણે મનમાં જ બોલી ઉઠીએ…યે દિલ માંગે મોર…