13-05-22
Written by Dilip Mehta
જામનગરની મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ગઇકાલે આત્મહત્યા કરી લીધી છે. બે દિવસ પહેલા પણ અમદાવાદમાં એક મેડિકલ સ્ટુડન્ટની આત્મહત્યાના સમાચાર આવેલા. છેલ્લા બે માહિનામાં જ રાજ્યમાં 6-7 તબીબી વિજ્ઞાનમાં ભણતા છાત્રોએ આત્મહત્યા કરી હોવાના સમાચાર આવેલા છે.
એક તો મહામહેનતે તેઓ પ્રવેશ મેળવે છે, અને પછી થોડાક સમયમાં તેઓને વિષયની ગંભીરતાનો કદાચ ખ્યાલ આવી જતો હશે કે આ ક્ષેત્ર એના ગજા બહારનું છે. કોને ખબર ? પણ , આપણું આ મહામૂલું યુવાધન આપઘાત કરે એ દુખદ છે.
મેડિસિનમાં પ્રવેશ મેળવી ચૂકેલા નવા સવા વિધાર્થીઓ માટે પ્રારંભમાં જ એવી કોઈ શિબિર/ટ્રેનીંગ/મોટિવેશનલ સ્પીચ યોજાવી જોઈએ જેમાં નિષ્ણાતો દ્વારા તેઓને યોગ્ય માર્ગદર્શન મળે. કદાચ વ્યક્તિગત મિટિંગની વ્યવસ્થા છે એવું મે સાંભળેલું છે . (આ ફીલ્ડના વાચકો જરૂર કોમેન્ટ કરે.)
વિદ્યાર્થી ખરેખર શા માટે મેડિસિન ભણવા માંગે છે , એ અંગે પણ કોઈ વિશેષ કમિટી દ્વારા મૌખિક ઇન્ટરવ્યુ થવા જોઈએ. જેમ U P S Cની પરીક્ષાઓ બાદ મૌખિક ઇન્ટરવ્યુ હોય છે , તેવા જ.
કમિટીને જરૂર પડે તો તેઓ મેડિકલ સ્ટુડન્ટના વાલી સાથે વિચાર –વિમર્શ કરીને કઇંક નક્કર સૂચનો પણ આપી શકે.
મેડિસિનના પ્રથમ બે સત્રમાં કોર્સનું ભારણ પણ ઓછું કરી શકાય જેથી વિદ્યાર્થીનો આત્મ વિશ્વાસ જળવાઈ રહે.
જે છાત્રોનું નું અંગ્રેજી નબળું હોય તેવા સ્ટુડન્ટ્સ માટે અંગ્રેજીના વર્ગો ચલાવી શકાય, અને એ રીતે તેઓનું મનોબળ વધારી શકાય. સમયાંતરે વ્યક્તિગત કાઉન્સિલિંગ પણ એટલું જ જરૂરી છે.
ગમે તેમ , પણ , મેડિકલ સ્ટુડન્ટને આત્મહત્યાના માર્ગેથી પાછા વાળવા જરૂરી છે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી