CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Wednesday, December 25   4:54:52
Cosmetology

Cosmetology: ‘કોસ્મેટોલોજી’નું સરળ અર્થઘટન આપણે ‘સૌન્દર્ય ઉપચાર શાસ્ત્ર’ એવું કરી શકીએ

અંગ્રેજી ચોપાનીયાની એક કોલમમાં આ વિષયક પ્રકાશિત એક સમાચારના પગલે પગલે શરુ થયેલ ‘ચર્ચા’ માણવાની આજકાલ મજા આવે છે!
આ ચર્ચા રાજકુમાર રાવ કે પછી અનુષ્કા શર્મા કે ઉર્ફી જાવેદ જેવી સેલીબ્રીટીઓએ પોત પોતાના ચહેરાઓને કોસ્મેટીક ઉપચાર વડે જે પરિવર્તન બક્ષ્યું એ અંગેના છે.
પ્લાસ્ટિક સર્જરી કે કોસ્મેટીક સર્જરીમાં જે કંઈ અતિ આધુનિક આવિષ્કારો જોવા મળી રહ્યા છે, એ અંગે આવા ‘ટેબ્લોઈડઝ’ સરસ કહાનીઓ ( good stuff) પ્રસિધ્ધ કરતા હોય છે. આપણી ભાષાની મનોરંજક પૂર્તિઓ કે મહિલા પૂર્તિઓની કોલમ્સ હજુ ‘ચીલાચાલુ’ જ જોવા મળે છે.
વૃધ્ધિ પામતી વયના પ્રભાવને રોકવા અને મુખ પરના સૌન્દર્યને બરકરાર રાખવાના ઉધામા તરીકે આજકાલ સહજ ઉપલબ્ધ જે ઉપચાર છે એને અંગ્રેજીમાં BOTOX કહે છે.
Botulinum toxinનું આ ટૂંકું નામ છે.ચહેરા પરની કરચલી દૂર કરવા માટેના ઉપચારમાં એનો ઉપયોગ થાય છે. આ એક ન્યુરો ટોક્સિક પ્રોટીન છે. બોટોકસના ઇન્જેક્શનથી થોડા સમય સુધી ચહેરા પરની કરચલી દૂર થઇ જાય છે. નાક કે ગળાની આસપાસ પણ જો કરચલીઓ જોવા મળતી હોય તો એને અમુક સમય સુધી દૂર કરી શકાય છે. લગભગ ૫ થી ૭ મહિના સુધી બોટોકસના ઇન્જેક્શનની અસર રહે છે. એની આડ અસર વિષે કોઈ માહિતી નથી!
હવે બોટોકસની જેમ જ ડરમલ ફીલર્સ ( Dermal Fillers)પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. એની અસર પણ પાંચ –છ મહિના રહે છે. આ બંને પ્રકારના ઇન્જેકશનોની કાર્ય પધ્ધતિ(મેકેનીઝમ) તદ્દન અલગ છે. ડરમલ ફીલર્સ મોટેભાગે ગાલને ઘાટીલા અને જડબાને ફરીથી સુંદર આકાર આપવા માટે, કરચલી મુક્ત રાખવા માટે વપરાય છે. આ એક નોન સર્જીકલ કોસ્મેટીક ટ્રીટમેન્ટ હોવાથી આજકાલ ઘણી જ લોકપ્રિય ટ્રીટમેન્ટ બની રહી છે.
જાણીતા એક્ટર રાજકુમાર રાવની એક તસ્વીરે એક એવી અફવા ફેલાવીકે રાજકુમારે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી હોય એવું લાગે છે. રાજકુમારે આ અફવાના જવાબમાં કહ્યું કે “ આઠેક વર્ષ પહેલા મેં મારા ગાલને ફીલર્સ વડે જરાક ટચ આપેલો. એ એક અડધા કલાકની સારવાર હતી કારણકે હું વધુ આત્મ વિશ્વાસ મેળવવા માંગતો હતો. મને લાગે છે કે હું હવે વધુ સારો લાગુ છું. પરંતુ શું આ ટ્રીટમેન દવારા મારો અંદરનો કલાકાર બદલાયેલો છે? ના , હરગીઝ નહીં”
અનુષ્કા શર્મા એ પણ એક ઈન્ટરવ્યુંમાં પોતે જે ‘લીપ જોબ’ કરાવેલી એ અંગે ખુલીને કહેલું કે “ મારે ‘બોમ્બે વેલવેટ’ ફિલ્મ વખતે આ લીપ જોબ કરાવવી પડેલી” ઉર્ફી જાવેદે પણ એના ચાહકો સમક્ષ આ ‘ફીલર્સ ટ્રીટમેન્ટ’ પછીના ફોટાઓ પોસ્ટ કરેલા. યોગ્ય મેડીકલ પ્રોફેશનલ દવારા આજકાલ અનેક લોકો આ બંને પ્રકારના ઉપચારનો આશરો લઇ રહ્યા છે.
સુંદરતા પામવાનું કોને ન ગમે ? સૌન્દર્યની વ્યાખ્યાઓ અને વિભાવનાઓ દેશ અને કાળ મુજબ બદલાતી રહી છે.એટલે જ કોઈકે કહ્યું છે કે “ સૌન્દર્ય તો જોનારની આંખોમાં હોય છે” અરે પ્રત્યેક વ્યક્તિની સૌન્દર્યની સમજણ અલગ રહેવાની.
બક્ષીએ ક્યાંક લખેલું કે “ સૌન્દર્ય શબ્દ સ્ત્રી કેન્દ્રી છે”. આપણે ત્યાં પુરુષના સૌન્દર્યની ચર્ચા નહીવત જોવા મળે છે, એવું મને લાગે છે. એક ઝમાનામાં ધર્મેન્દ્રને આપણા દર્શકો He Man તરીકે નવાજતા એ યાદ આવે ! આજે પણ કોણ જાણે પણ ધર્મેન્દ્ર મારો પ્રિય નાયક રહ્યો છે! એનું શરીર સૌષ્ઠવ મને ખુબ ગમે છે! અહીં એક્ટિંગની વાત જ નથી!
આલ્બેર કામુનું એક જાણીતું વિધાન છે કે “ ચાલીસ વર્ષ પછી તમે પોતે જ તમારા ચહેરા માટે જવાબદાર છો”

( Alas, after a certain age every man is responsible for his face. Albert Camus)

આપણી ભારતીય મહિલાઓ સાચે જ સૌંદર્યવાન છે જ , પરંતુ, FAIR & LOVELYના મોહમાંથી આપણી મહિલાઓ ક્યારે મુક્ત થશે એ કહેવું મુશ્કેલ છે.
ગોરીત્વચા આજે પણ ભલા ભલાને સંમોહિત કરે છે!
આજકાલ સ્લીમબોડી પણ સૌન્દર્યનો એક માપદંડ બની ચુકી છે.
વડોદરાના મ્યુઝિયમમાં જયારે જયારે પણ યુરોપિયન પુરુષો અને મહિલાઓની પ્રતિમાઓમાં કંડારેલ દેહ લાલીત્યને નિહાળવાનું બને છે, ત્યારે મન બે ઘડી વિચારે ચડી જાય છે! આપણે કેવળ ચહેરાના પ્રેમી તો નથીને ? આવો પ્રશ્ન પણ ઉઠે છે!
આપણી ફાસ્ટલાઈફમાં પ્રવેશેલ ફાસ્ટ ફૂડ, ફાસ્ટ સ્લીપ અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે ચહેરાઓ પર ફૂટી નીકળતા ખીલને દૂર કરવાનું ધારીએ એટલું સહેલું તો નથી જ,પણ,ઝમાના આગળ આપણે લાચાર છીએ ! બોટોકસ કે ચીન ફીલર્સની આડ અસર પણ હશેને જ ને ? વિચારવું રહ્યું.