15 Feb. Vadodara: સુરતની ચૂંટણીમાં રાજનીતિ હવે ઘર સુધી પહોંચી ગઈ છે. પત્ની ભાજપમાં તો પતિ કોંગ્રેસમાં જોડાયા છે.
હંમેશા દર વખતે ચૂંટણીમાં કંઈકને કંઈક નવા નવા ફણગા ફૂટતા રહે છે. ક્યારેક મોટા બોમ્બ વિસ્ફોટ પણ થઈ જાય છે .સુરત ના રાજકારણમાં પણ એક અનોખો ફણગો ફૂટયો છે. સુરતના વોર્ડ નંબર 15 માં ભાજપની પેનલમાંથી મનીષા બેન આહીર ચૂંટણીમાં ઊભા છે. અને તેઓ ભાજપ માટે વોટ માગી રહ્યા છે. જ્યારે તેમના પતિ મહેશ આહિરે કોંગ્રેસના ધારાસભ્ય પ્રકાશ દુધાત ના હાથે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે,અને પંજા નો હાથ પકડી લીધો છે. અને હવે બંને પતિ-પત્ની બે અલગ અલગ પાર્ટી તરફથી આમને-સામને છે .આમ ચૂંટણી નું રાજકારણ ઘર સુધી પહોંચી ગયું છે. મહેશ આહીર પોતે એક શિક્ષક છે .
મનીષા આહીર જ્યારે વિચાર સ્વાતંત્ર્યના અધિકારની વાત કરે છે ,ત્યારે મહેશ આહીર ” હું અધર્મની સાથે નથી” … કહી પ્રહાર કરી રહ્યા છે. આમ પતિ-પત્ની અલગ અલગ પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં સનસનાટી મચી ગઇ છે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી