26 Mar. Vadodara: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં T 20 મેચ જોવા ગયેલા IIM ના ૬ માંથી ૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા ,અને સુપર સ્પ્રેડર બનતા કેમ્પસમાં 38 સહિત 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે .આમ IIM માં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે.
કોરોના ના દેશભરના માં પ્રતિદિન કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.એમાં ગુજરાત પણ બાકાત નથી.ગુજરાત ક્રિકેટ એસોસિએશન ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં દર્શકો વધારવાનો મોહ ભારે પડી ગયો છે.પહેલે થી જ અમદાવાદ કોરોના હોટસ્પોટ બની ગયું છે, એવામાં સ્ટેડિયમ માં T 20 મેચ જોવા ગયેલા IIM ના ૬ વિદ્યાર્થીઓ માં થી ૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે, અને સુપર સ્પ્રેડર બનતા કેમ્પસ માં ૩૮વિદ્યાર્થીઓ સહિત કુલ 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. આમ IIM માં કોરોના ધડાકો થયો છે.આ પછી બાકીના વિદ્યાર્થીઓ ના ટેસ્ટ થતા બે પ્રોફેસર અને ૧૭ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.કેમ્પસ ના ૧૦થી વધુ ડોમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ન્યૂ IIM ના એક ડોમ સહિત ૨૦ નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી